________________
૧૨૬
ઉપદેશામૃત સપુરુષના યોગે જીવને સજીવન બોઘની પ્રાપ્તિ થાય છે. સત્પષની અપૂર્વ વાણીથી જીવને ઘર્મનું અપૂર્વ માહાભ્ય સમજાય છે, અને અપૂર્વ રુચિ ઉત્પન્ન થાય છે. જે ભાવથી જીવનું કલ્યાણ થાય છે તે ભાવ જાગૃત થવા તેવું જ કલ્યાણરૂપ પ્રબળ નિમિત્ત જોઈએ અને તેનું જીવનું અઘિકારીપણું પણ જોઈએ. પણ આગળ જણાવ્યું છે તેમ સર્વ કલ્યાણનાં સાઘનોમાં સત્સંગ એ જ સર્વોત્તમ કારણ છેજી. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવે જણાવ્યું છે કે “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્’ મળ્યા નથી, “સ” સુપ્યું નથી અને “સત્” શ્રધ્યું નથી અને એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” આટલામાં જીવ સમજે તો પોતાને શું કર્તવ્ય છે તે આવી જાય છે. જીવે આંઘલી દોડ કરી છે. એટલે સ્વચ્છેદે વર્તન કર્યું છે. તે રોકવા કોઈની આજ્ઞા લેવા ગયો તો આજ્ઞા આપનાર અજ્ઞાની અને સ્વચ્છંદી મળ્યા. તેથી લોહીનું ખરડાયેલું કપડું જેમ લોહીમાં ઘોવાથી શુદ્ધ ન થાય, તેમ સ્વચ્છંદી પુરુષની આજ્ઞા સ્વચ્છેદનો નાશ કરી શકે નહીં. તેથી જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થવા યોગ્ય છે, એવો નિશ્ચય રાખી, જ્ઞાની પુરુષની મને ક્યારે પ્રાપ્તિ થાય એવી ભાવના કર્તવ્ય છે. અને જ્ઞાનીનો યોગ પ્રાપ્ત થયે મારે ત્રણે યોગથી તેની આજ્ઞા જ ઉઠાવવી છે એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે. પોતાની માન્યતા, કલ્પના કે દુરાગ્રહ દૂર કરી સર્વાર્પણપણે સહુરુષની આજ્ઞા ઉઠાવવાથી જ મારું કલ્યાણ થવાનું છે એમ માની આજ્ઞાની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. એક આત્મપ્રાપ્તિનો જ લક્ષ રાખી તેના સાઘનરૂપ જ્ઞાની પુરુષનો યોગ અને તેની આજ્ઞા ઉઠાવવાની તત્પરતારૂપ સવ્યવહાર માટે જીવ પુરુષાર્થ કરે તો આ મનુષ્યભવમાં તેમ બનવા યોગ્ય છે.જી. અહીં આટલું થઈ શકે છે. મનુષ્યભવ ભગવાને દુર્લભ કહ્યો છે, પણ તેમાં જો તે ન બન્યું અને પરકથા તથા પરવૃત્તિમાં આ ભવ નિરર્થક ચાલ્યો જાય તો તેની કિસ્મત ફૂટી બદામ જેટલી પણ ગણવા યોગ્ય નથી.
*
૧૧
જેઠ સુદ ૨, ૧૯૮૯ જીવને મોટું બંધન અને પરિભ્રમણનું મોટું પ્રબળ કારણ સ્વચ્છેદ છે. અને તરવાનો ઉપાય પણ સ્વચ્છેદ રોકવો તે છે. નાનું બાળક હોય તેને પણ પોતાનું ઘાર્યું થાય તેમ ઇચ્છા રહે છે; અને ધાર્યું ન થાય તો કંકાસ કરે છે, અને રિસાયા પછીથી તે કહે તેમ કરે તો પણ હઠ ન છોડે. પહેલાં કેમ મારું ઘાર્યું ન કર્યું, એવી હઠ ઘરનાં બઘાં માણસોને સંતાપ આપનાર થાય છે. તેમજ જો જીવને પોતાનું ઘાર્યું હોય તેનો દોર નરમ મૂકી દઈ બીજા કહેતા હોય તેમ ભલે થાય, એવું કરવાનો અભ્યાસ કરવો હોય તો પણ થઈ શકે છે. અને એવો સ્વભાવ પાડે તો બીજા બધાને સુખરૂપ થાય છે અને પોતાને કષાયની મંદતા થવાથી ઘણો લાભ થાય છે, તપ કરે તેથી પણ તે વઘારે છે; પણ કોઈને ગણે નહીં, પોતાનું ઘાર્યું કરે તેને સ્વચ્છેદ પોષવાનો અભ્યાસ થાય છે.
ઘેરઘેર માટીના ચૂલા હોય છે. તેમ સર્વ જીવ દોષથી તો ભરેલા છે. પણ કોઈને એવો એકાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org