________________
૧૨૫
પત્રાવલિ-૨ તેથી સત્પરુષના આઘારે જીવવું એ કલ્યાણરૂપ છે. તેનું શરણ એ કલ્પવૃક્ષની છાયા છે, ત્યાં દુઃખ નથી. બાકી બીજે બધે ત્રણે લોકમાં દુઃખ જ ભર્યું છે. એ શરણ અનન્ય ભાવે અમને તમને સદાય રહો એ જ પરમ કૃપાળુદેવ પ્રત્યે પ્રાર્થના એજી.
તા. ક. હે પ્રભુ ! યથાતથ્ય સ્વરૂપ ક્ષાયક સખ્યત્વ છે તે જેને છે, જેને પ્રગટ પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ભાવ થયો છે તેને દર્શન કહ્યું છે. પરોક્ષ દર્શન મિથ્યાત્વીને અને સમકિતીને પણ હોય છે તેને દર્શન કર્યું નથી. ખાસ કરી શ્રદ્ધા એ જ દર્શન છે તે સમક્તિ છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
પોષ વદ ૭, બુધ, ૧૯૮૯
તત્ સત્ દેવને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ જીવને અનેક ભવના પુણ્યના સંચયથી પ્રાપ્ત થયો છે. આ દેહે કરીને સમ્યત્વની પ્રાપ્તિરૂપ કમાણી થાય તો આ દેહની કોઈ રીતે કિસ્મત થઈ શકે નહીં, તેવો અમૂલ્ય તે ગણવો ઘટે છે. કેમકે તેની એક પળ પણ ચિંતામણિ રત્ન કરતાં અધિક મૂલ્યવાન જ્ઞાનીઓએ ગણી છે. પરંતુ આવા મનુષ્યભવનાં વર્ષો વિષયાદિમાં જો જીવ ગાળે તો આખા ભવની કિસ્મત ફૂટી બદામની પણ ન ગણાય. કાળનો ભરોંસો નથી અને સંસારનાં કામ કોઈ દિવસ ખૂટવાનાં નથી ને એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. મારું મારું કરીને મેળવેલું બધું અહીં જ પડી રહેશે એમ વિચારી સત્સંગ, ભક્તિ, સ્મરણ, સપુરુષનાં વચનોનો વિચાર અને સદાચરણમાં જેમ બને તેમ વઘારે કાળ જાય તેમ કર્તવ્ય છેજી. ફરી ફરી આવો અવસર આવતો નથી, ક્ષણ લાખેણી જાય છે. અવસર ચૂકવા જેવો નથી, ચેતી લેવા જેવું છે. આવી ઉત્તમ સામગ્રી પામીને પણ જો જીવ પોતાનું સ્વરૂપ સમજી લેવાનું કામ નહીં કરે તો પછી કયા ભવમાં તે બનશે ? મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કરુણા ભાવના, અને મધ્યસ્થ ભાવના ભાવતાં જીવને પાત્રતા આવે છે. તે કર્તવ્ય છે'.
૧0.
મહા સુદ ૧૧, સોમ, ૧૯૮૯ સંત સમાગમ, સત્સંગ એ અપૂર્વ લાભનું કારણ છે.
દેવો પણ મનુષ્યભવને ઇચ્છે છે. એવો દુર્લભ આ મનુષ્યદેહ મળ્યો છે તેનું માહાભ્ય ખરી રીતે તે સત્પરુષો જ સમજ્યા છે; તેથી તેમને આવા દુર્લભ ભવની એક પળ પણ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન લાગે છે અને માનપૂજા કે વિષયકષાયનાં નિમિત્તોને ઝેર જેવાં જાણી, લોકલાજને તૃણવત્ ગણી, આત્માનું ઓળખાણ થાય, આત્માનું પોષણ થાય તેને અર્થે મરણિયા થઈને પુરુષાર્થ કરે છે. જીવે પોતાની સમજ પ્રમાણે પુરુષાર્થ કરવામાં બાકી નથી રાખી. ઓઘામુમતી મેરુ પર્વત જેટલાં થાય તેટલી વખત ચારિત્ર લઈ કષ્ટો વેક્યાં; છતાં હજુ પરિભ્રમણ ઊભું રહ્યું છે તો હજુ કંઈ એવું કારણ રહ્યા કર્યું છે કે જે જીવના ધ્યાનમાં આવ્યું નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org