________________
૧૨૪
ઉપદેશામૃત ૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૩-૧૧-૩૨ તત્ સત્ અશાતાનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અકસીર દવાઓ પણ અસર કરતી નથી. વળી રોગ કોઈ બીજો હોય અને દવાઓ બીજા જ પ્રકારની થયા કરે છે. અને શાતાનો ઉદય થવાનો હોય ત્યારે જે રોગ હોય તેને લાગુ પડી જાય તેવી દવા પણ મળી આવે તેવો જોગ બને છે. આપણે તો સેવાબુદ્ધિએ જે ઠીક લાગે તે જણાવીએ કે કરીએ, પણ આપણાથી કંઈ બની શકે તેમ નથી. કરવા યોગ્ય શું છે તેનું ભાન પણ આપણને નથી. પરમ કૃપાળુદેવે જણાવ્યું છે :
“વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ;
વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગો....” અનેક મતમતાંતરમાં અને અનેક નામઘારી ક્ષયોપશમી પુરુષો “મોક્ષમાર્ગ અમે સમજ્યા છીએ” એમ માને છે અને તેનો ઉપદેશ આપી “અન્યને મોક્ષમાર્ગે ચઢાવીએ છીએ એમ માને છે. પરંતુ આ સત્પરુષને તો એમ થયું કે આવા કાળમાં અમારો જન્મ ક્યાંથી થયો ? આત્મજ્ઞાની પુરુષોની તો અત્યંત દુર્લભતા હોવા છતાં મધ્યસ્થપણે આત્મજ્ઞાનની શોધ કરવાનો નિર્ણય કર્યો હોય તેવા કે સરળપણે સાચી વાતને ગ્રહણ કરે તેવા જીવાત્માઓ પણ બહુ ઓછા દીઠા. માત્ર શુષ્કજ્ઞાની એટલે જ્ઞાનનો ડોળ કરી ગુરુતા માની બેઠેલા કે માત્ર ક્રિયાઇડ એટલે જ્ઞાનનું માહાભ્ય જેમને નથી પણ એકલા બાહ્ય આચારને જ મોક્ષમાર્ગ માનનારા એવા ઘણા પુરુષો આ કાળમાં ઘર્મનો ઇજારો પોતાની પાસે હોય એમ માની બેઠા છે. તે પુરુષ અને સત્પરુષના માર્ગ પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે.
આવા વિકરાળ કાળના પંજામાંથી બચાવનાર એક પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ જ છે. તેમણે આ કાળમાં આપણા ઉપર ઉપકાર કર્યો છે તેનો ઉપકાર પૂરેપૂરો સમજવા જેટલી પણ આપણામાં બુદ્ધિ નથી તો તેનો બદલો કેવી રીતે વાળી શકાય ? આ મનુષ્યભવને સફળ કરવાનું આ કાળમાં મુખ્ય સાઘન હોય તો તે પરમ કૃપાળુદેવ ઉપર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ તથા તેના વચન ઉપર શ્રદ્ધા અને તેના આશયને સંતસમાગમે સમજવાની તીવ્ર ઇચ્છા એ જ છે. ચંદનના વનમાં પાસેનાં અન્ય વૃક્ષો જેમ સુગંધવાળાં બને છે તેમાં ચંદનની સુગંધી હોય છે તેમ સપુરુષ શ્રી પરમ કૃપાળુદેવના બોઘે જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે, તેમની પાસે તે પરમ પુરુષોનો જ સત્ય બોઘ છે અને તે જ આત્માને હિતકારી છે. જે જે વસ્તુ પુરુષના મુખથી સાંભળી હોય, અવઘારી હોય, અનુભવી હોય તેનો જ તે ઉપદેશ કરે છે અને તેનું જ તેને માહાભ્ય લાગ્યું છે. જે વસ્તુનું મૂળ સપુરુષ નથી ને જે માત્ર કલ્પનાના આઘારે ટકે છે તે ગમે તેવી મનોહર વાત જણાતી હોય, આપણા ચિત્તને પ્રસન્ન કરતી હોય પણ જો કલ્પનાને પોષતી હોય તો તે વિષની પેઠે તજવા યોગ્ય છે. પરમ કૃપાળુદેવે કહ્યું છે કે
“જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંય; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org