________________
પત્રાવલિ–૨
૧૨૩
બદલાય છે અને જેમ છે તેમ જીવની યોગ્યતાએ સમજાય છે. એ આતમભાવનાથી આતમગતિ થાય છે.
૭
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છેજી. તેમાં પણ ધર્મની જિજ્ઞાસા અને સત્પુરુષનો સમાગમ અત્યંત અત્યંત દુર્લભ છેજી; કારણ કે આ કળિકાળમાં જીવ માયામાં ને માયામાં મૂંઝાઈ રહે છેજી. તેથી પોતાને આ મનુષ્યભવ પામીને શું કરવા યોગ્ય છે અને શું કર્યે જાય છે તે વિચારવાનો અવકાશ પણ જીવને પ્રાપ્ત થતો નથી. પરંપરાએ કુળધર્મ આદિકના આગ્રહમાં પ્રવર્તન થયું હોય તેમાં કેટલું કલ્યાણ છે અને સત્ વસ્તુનું માહાત્મ્ય કેવું હોય ? સત્ પ્રાપ્ત થયું હોય તેની દશા કેવી હોય તેના વિચાર કરવા માટે સત્સંગ સમાગમ સિવાય કંઈ બની શકતું નથી. સત્સંગ એ સંસાર રોગનો નાશ કરવાની પરમ ઔષધિ છે, અને કાળનો ભરોંસો નથી. લીઘો કે લેશે થઈ રહ્યું છે, કાળ ગટકાં ખાઈ રહ્યો છે. તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા યોગ્ય છેજી.
શ્રી ઋષભદેવજી ભગવાને અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ આપ્યો છે ત્યાં જણાવ્યું છે કે –
“હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિષે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુ:ખે કરી બળે છે, એમ જાણો અને સર્વ જીવ પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.''
‘સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષ આત્માને ગવેષવો અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો, તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આશા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે; અને આત્માને ઉપાસનાર સર્વ દુ:ખથી મુક્ત થાય છે,” એમ પરમકૃપાળુદેવે પણ જણાવ્યું છેજી.
આ જીવ પોતાની કલ્પનાએ અજ્ઞાન-મિથ્યાત્વી મિથ્યાને લઈને સત્સંગ સત્પુરુષનો બોધ પોતાની મતિકલ્પનાએ સમજી ખોટાંને, મિથ્યાને સાચાં માની શ્રદ્ધી સંતોષ માને છે. પણ સત્સંગે સત્પુરુષના વચનની પ્રચુરણાએ સમજાય તો આ જીવને અંતર્મુહૂર્તમાં સમતિ થાય છે અને મનુષ્યભવ સફળ થાય છે. આવો જોગ મનુષ્યભવ રત્નચિંતામણિ મળવો દુર્લભ છે. બધું અનંતવાર મળ્યું છે. એક સમિત થયું નથી. તો કોડી સાટે રતન ખોવા જેવું જીવ કરે છે તે ડાહ્યા પુરુષને વિચારવા જેવું છે. વધુ શું લખવું ? ડાહ્યા પુરુષને ચેતવા જેવું છેજી. ફરીને જોગ નહીં મળે. જીવ જો આ ભવમાં એક સત્પુરુષના બોઘના બીજરૂપ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે તો અનંતા ભવ આધિ, વ્યાધિ, જન્મ-મરણના છૂટી જાય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org