________________
ઉપદેશામૃત
૧૨૨ રસ ચાખ્યા વિના રહે? સદ્ગુરુનું ઓળખાણ સત્સંગ, સંત-સમાગમે, બોઘે કરી લઈ તેમાં દ્રઢ વિશ્વાસ જીવ રાખે તો આ ભવનું સાર્થક થવા યોગ્ય છે. એ લક્ષ ચૂકવા યોગ્ય નથી.
જેઠ સુદ ૧૪, શુક્ર, ૧૯૮૮ સહનશીલતા, ધીરજ, ક્ષમા, ખમીખુંદવું એ ગુણ ઘારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે, અને એથી વિશેષ આવો એમ કહેવાથી વઘારે આવનાર નથી કે એ વેદનીય જતી રહો કહેવાથી જતી રહે તેમ નથી. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિંતા જાય.” આથી અનંતગણી વેદના જીવે નરકનિગોદમાં ભોગવી છે. તો પણ તેનો નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાંયા પછી તડકો આવે છે; તેમ વેદના પણ રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું, જોયા વગર છૂટકો નથી.
આત્મા કદી મરતો નથી, જન્મતો નથી; ઘરડો નથી, જુવાન નથી; સ્ત્રી નથી, પુરુષ નથી; વાણિયો નથી, બ્રાહ્મણ નથી. તેમ છતાં આ આઠ પ્રકારના કર્મથી ઘેરાયેલો જુદા જુદા રૂપે દેખાય છે; પણ તે ક્યારેય દેહરૂપે થયો નથી. દેહથી ભિન્ન, સદા સર્વદા ચેતન્યસ્વરૂપ જ છે, પરમ આનંદ-સ્વરૂપ છે. આત્માના સુખનું વર્ણન થઈ શકે તેવું નથી. એવા અચિંત્ય મહિમાવાળા આત્માને જ્ઞાની પુરુષોએ જાણ્યો છે અને સંતપુરુષોએ જણાવ્યો છે, તે માટે માન્ય છે. “મને દુઃખ થાય છે, હું મરી જઉં છું' એમ હું કદી માનનાર નથી. દેહના સંજોગે દેહના દંડ દેખવાના હશે તે દેખું છું. પણ મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું છે તેવું અનંત જ્ઞાનસ્વરૂપ, અનંત દર્શનસ્વરૂપ, અવ્યાબાઘ સુખસ્વરૂપ અને અનંત શક્તિસ્વરૂપ છે. તેમાં મારી આસ્થા, શ્રદ્ધા, માન્યતા, પ્રતીતિ, રુચિ છે. તે જ મને પ્રાપ્ત થાઓ. આત્માથી ભિન્ન જે જે સંજોગો મળ્યા છે તે બઘા મૂકવાના છે અને તે સર્વ દુઃખદાયી છે. શાતા કે અશાતા બન્ને વેદનીય કર્મ છે. કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી; પણ જે આવી પડે તે સમતા ભાવે સહન કરવા યોગ્ય છે. જ્ઞાની પુરુષો પણ સમભાવે સહન કરવાના અભ્યાસથી સર્વ કર્મથી રહિત થઈ મોક્ષ પામ્યા છે. સ્મરણમાં ચિત્તને રોકવું
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.”
જુવાની, નીરોગ અવસ્થા અને સુખભવ ભોગવવાના પ્રસંગો કરતાં આવી વેદનીના પ્રસંગો જીવને કલ્યાણના કારણ હોવાથી અમૃત સમાન છે; પણ દ્રષ્ટિ ફરી નથી ત્યાં સુધી બહારની વસ્તુઓમાં સુખ લાગે છે અને તે છોડવાનો વખત આવે ત્યારે કઠણ લાગે છે. પણ આત્માના સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્ર આદિ ગુણો તો અવિનાશી છે, છોડ્યા છૂટે તેમ નથી. માત્ર તેનું ભાન નથી. તે કોઈ સંતના યોગે સાંભળી, વિચારી સમ્યક્ પ્રકારે માનવાથી પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org