________________
પત્રાવલિ-૨
૧૨૧
છે. તે દૃષ્ટિ ફેરવવી ઘટે છેજી. અને માહાત્મ્ય જેનું પરમ છે એવા સદ્ગુરુના બોધ વિના દૃષ્ટિ ફરવી દુર્લભ છે. જ્યાં સુધી સંસારમાં મહત્વ મનાયું છે ત્યાં સુધી સદ્ગુરુનો વાસ હૃદયમાં થવો નથી. માટે આ ક્લેશરૂપ સંસારથી છૂટવાની ભાવના થયે જીવ સદ્ગુરુની કૃપાને પાત્ર થાય છે. અને તેમ થવા માટે સંતના ચરણકમળની સેવા એ સર્વોત્તમ ઉપાય છે. સત્સંગની અને બોધની જીવને ખામી છે.
મહપુણ્યના ઉદયે મનુષ્યભવ મળ્યો છે તે જીવ હારી બેસશે તો પછી કયા ભવમાં ધર્મસાધન સમજી શકશે ? કાગડા, કૂતરાના ભવમાં જીવથી શું બનનાર છે એમ વિચારી સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા ઉપર અચળ શ્રદ્ધા રાખી તેનાં વચનામૃતનું પાન કરતા રહેવા વિનંતિ છેજી. જો આ ભવમાં એ પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર દેવ ઉપર સર્વોપરી પ્રેમ પ્રગટે, તેને જ આ ભવમાં આત્મજ્ઞાની, આત્મદાતા ગણી ઉપાસવામાં આવે, તો તે મોટી કમાણી આ જીવે કરી ગણાશે. તેનાં વચનોમાં ઉલ્લાસભાવ આણી, તેણે પ્રાપ્ત કરેલી દશાનું બહુમાનપણું કરી, તેની જ ઇચ્છા જીવ રાખે, તો આ ભવબંધનથી છોડાવે એવું સમકિત પ્રાપ્ત થાય એવો આ કાળમાં જોગ બને તેમ છે. એ લાગ ન ચુકાય તે માટે તે પરમ પુરુષના આશ્રિતના સમાગમે, તેના મુખેથી સાંભળેલી વાતો જાણી, તેમાં ઉલ્લાસ આણી, ભાવ પરિણામને નિર્મળ કરી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી એ જ આ મનુષ્યભવ પામ્યાનું સાર્થક છે.
બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી, એમ પ્રાયે છે. તો પછી સંસારી બાબતોમાં ગૂંચાઈ રહી ધર્મમાં પ્રમાદ શાને કાજે કરવો ? સર્વ કર્મ-ઉદય મિથ્યા જ છે એમ જેણે જાણ્યું છે, અનુભવ્યું છે, તેમ વર્તવા વૃત્તિ રહે છે, વર્તે છે તેવા સમભાવી મહાત્માને નમસ્કાર ! ભૂતકાળમાં બનવા યોગ્ય બન્યું, બની ગયું, ત્યાં હવે શોક શો ? કારણ કે હવે તેમાંનું કંઈ નથી. બને છે વર્તમાન સમયમાં, તે પૂર્વસંસ્કાર કર્મના ફળરૂપ છે. જીવે જેવા ભાવો અજ્ઞાનભાવે કરેલા તે તે ભાવો કર્મરૂપે ઉદયમાં આવી જીવને મૂંઝાવે, તેમાં મૂંઝાવું શું ? માગેલું મળ્યું, ઇચ્છેલું પ્રાપ્ત થયું—મોહાથીન માગ્યું, ઇછ્યું તો મળ્યું તો ખરું પણ તેમાં મૂંઝાવાનું રહ્યું, તેમાં હવે દોષ કોને દેવો ? હરખશોક શો ? વાજબી બને છે. અને તે પણ થઈ રહ્યા પછી કાંઈ નથી, એમ થવાનું છે જ. કર્મ ઉદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે તો પછી ચિંતા શી ? બનવાનું બનશે. ભવિષ્યમાં જે બનવાનું છે તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. ભવિષ્યસ્થિતિ સુધારવી જીવના હાથમાં છે. સમ્યક્ ભાવો ભાવી જીવ સમ્યક્ સ્થિતિ પ્રાપ્ત કરશે; માટે સમ્યક્ ભાવો રૂડા છે. અસમ્યક્ પ્રકાર, પ૨ પદાર્થ, પરભાવ ભાવવા યોગ્ય નથી. આમ સમજવા છતાં આ જીવ જગત તથા અસત્સંગવાસીઓના સમૂહમાં (જે સમૂહ પૂર્વ કર્માધીન તેણે ભેળો કર્યો છે અને હજુ મોહવશ આંખમીંચામણાં કરી કડવો લાગતાં છતાં મઘલીંપી તરવાર માફક ચાટવાની અપેક્ષાએ ઇચ્છે છે ) રહી તે જગત તથા અસત્સંગીઓને રૂડું મનાવવા લોકલાજ– લોકદૃષ્ટિમાં રહી પોતાનું ભૂંડું કરી રહ્યો છે, કરે છે; તે વિચારે તો જીવ વૈરાગ્યને પામે તે નિઃસંદેહ છે. પણ પૂર્વસંસ્કાર-બળ પ્રબળતાને પામેલ હોવાથી અથવા જીવની શિથિલતાને લઈને લોકલાજ અને લોકવૃષ્ટિ તથા વિષયકષાયાદિમાં મઘલીંપી તરવારના રસમાં પડી રહેવું યોગ્ય નથી એમ જાણતાં છતાં આંખમીંચામણાં કરી પડી રહે છે તે શાને માટે ? તે વિચારે તો જીવ કેમ ઉપશમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org