________________
ઉપદેશામૃત
વળી મોટા પુરુષોએ આયુષ્યની છેલ્લી ઘડીને જ મરણ નથી કહ્યું, પણ ક્ષણે ક્ષણે આયુષ્યની દોરી ઘટતી જાય છે, તે તે ક્ષણ જો વિભાવમાં ગઈ તો તે મરણ જ છે. વિભાવ પરિણતિ જેની અટકી નથી તેને જ્ઞાની પુરુષોએ હાલતાં ચાલતાં મડદાં જ કહ્યાં છે. જેટલો કાળ સ્વભાવદશામાં જાય છે તેને જ્ઞાનીઓ જીવન કહે છે. બાકીનો કાળ મરવામાં જ જીવ ગાળે છે. આ હિસાબે તો આપણે આપણા જીવનની ઘાત ચાલી રહી છે તેનો જ ખેદ કરવાનો છે.
૧૨૦
આમ દૃષ્ટિ ફેરવીને જીવ જુએ તો લૌકિક વસ્તુઓ કે સંબંધીઓના વિયોગ કરતાં અનંતગણો ખેદ કરવા યોગ્ય તો આપણા આત્માની અધમ દશા છે. જે આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ એવું વર્ણવ્યું છે કે તે કેવળ જ્ઞાનસ્વરૂપ, કેવળ દર્શનસ્વરૂપ, ક્ષાયક સમ્યક્ત્વસ્વરૂપ, અનંત સુખસ્વરૂપ, અનંત વીર્યસ્વરૂપ છે; એટલી બધી રિદ્ધિનો ઘણી આપણો આત્મા છતાં બે આંખ હોય તો જોઈ શકે, ચિત્ત ઠેકાણે હોય તો જાણી શકે, પુદ્ગલ પદાર્થ મળે તો સુખ સમજી શકે એવો હીનવીર્યવાળો, પરાધીન, પુદ્ગલનું જ બહુમાનપણું કરનારો કંગાલ જેવો થઈ રહ્યો છે. તે મૂળ સ્વરૂપથી કેટલો પતિત, કેટલી અધમ દશામાં આવી પડ્યો છે ! તેનો વિચાર કરીએ. આપણા આત્માની દયા આપણે નહીં ખાઈએ, તેના હિતની ચિંતા નહીં કરીએ તો આપણે વિચારવાન શાના ? અનાદિકાળથી જે ભૂલ ચાલી આવી છે તે ભૂલ કઈ ? અને એ ભૂલ કેમ ટળે તેનો વિચાર મુમુક્ષુ જીવો કરે છે.
આ મનુષ્યભવ તે ભૂલ ઓળખીને ટાળવામાં મુખ્ય સાધન છે. સત્સંગ, સમાગમાદિ સર્વોત્તમ નિમિત્ત છે. જો તે ભૂલ આ મનુષ્યભવમાં પણ ન ટળી તો આ ભવ વ્યર્થ ગાળ્યો ગણાય અને અન્ય ઢોર પશુના કે નરકાદિના ભવમાં આવી અનુકૂળતા ક્યાંથી મળનાર છે ? સ્વજનના મરણાદિના આવા પ્રસંગોમાં સંસારનું સ્વરૂપ જેમ છે તેમ વિચારવાની અનુકૂળતા છે, કારણ કે ત્યાં માયાનું આવરણ ઓછું હોવાનો સંભવ છે. તેથી સરળ જીવાત્મા પોતાના વિચારમાં ઊતરી આ ભવ સફળ કરવા જોગ સદ્વિચાર સદ્ગુરુકૃપાએ પામે તો આત્મકલ્યાણ દૂર નથી.
કાળ કઠણ છે, દુષમ કે કળિકાળ કહેવાયો છે. છતાં કર્મનો તીવ્ર ઉદય એકસરખો હોવા સંભવ નથી. ઘર્મનો અવકાશ, જીવ ધારે તો, આ કાળમાં પણ પ્રાપ્ત કરી શકે તેવું ભગવંતે કહેલું છે. પણ જીવ જાગવો જોઈએ; આત્મકલ્યાણનો લક્ષ રાખવો જોઈએ, તેને માટે પુરુષાર્થ આરંભવો જોઈએ. સમજ્યું છૂટકો છે. ‘જબ જાયેંગે આતમા, તબ લાગેંગે રંગ.' જો સમ્યક્ત્વરૂપી રત્ન પ્રાપ્ત થાય તો આ મનુષ્યભવ ચિંતામણિ રત્નતુલ્ય છે; નહીં તો પશુવત્ છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. અનાદિકાળનું પરિભ્રમણ ટાળવાનો લાગ આવેલો ચૂકી ન જવાય એટલો લક્ષ અવશ્ય રાખવા યોગ્ય છેજી.
૫
કાર્તિક વદ ૧, ગુરુ, સં. ૧૯૮૮
આ જીવને સંસારનાં કામમાં જે મીઠાશ અને મોહ રહ્યો છે તે બદલાઈ તેટલો ઉત્સાહ અને કાળજી જો આ આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મમાં રહે તો મોક્ષ બહુ દૂર નથી. માત્ર વૃષ્ટિની ભૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org