SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાવલિ–૨ ૧૧૯ સપુરુષના આશ્રયે આ કાળમાં પણ તે સાધ્ય થઈ શકે તેમ છે. પણ જે વસ્તુ આપણે ખરીદવી હોય તે વસ્તુની જેટલી અછત તે પ્રમાણમાં તેની કિંમત પણ વિશેષ બેસે છે. ઝવેરીની દુકાનેથી હીરા ખરીદવા હોય અને શાકભાજીવાળા પાસે શાક ખરીદવું હોય તો તે વસ્તુના પ્રમાણમાં તેનું મૂલ્ય આપવું પડે છે. કેટલાય વરસની કમાણી ખાલી થાય ત્યારે હીરાની પ્રાપ્તિ થાય છે. તેમ પાછલા ભવનાં કેટલાં બધાં પુણ્ય એકઠાં થયાં હોય ત્યારે સત્ વસ્તુની પ્રાપ્તિ થાય છે. તેમ ન હોય તો તેટલી કમાણી થતા સુધી રાહ જોવી પડે છે, પુરુષાર્થ વિશેષ જગાડવો પડે છે. “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ”, એમ “આત્મસિદ્ધિ'માં પરમ કૃપાળુદેવે કહેલું છે, તે અનુસાર પુરુષાર્થની હાલ જરૂર છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” આમાંથી પ્રથમના ત્રણમાં મુખ્યત્વે પરભવની કમાણી દેખાય છે અને ચોથું કારણ જિતેન્દ્રિયપણું આ ભવમાં પુરુષાર્થને આધીન છે. તે પ્રાપ્ત કરવા કેડ બાંધે તે પાત્રતાના પાત્ર થાય છે. “પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય પ્રતિમાન.' એ ગંભીર વાક્ય લક્ષમાં રાખી હાલ તો પહેલા પગથિયા તરીકે રસની લોલુપતા તજી આહારમાં રસ પડે તેવા પદાર્થોમાંથી ચિત્તને પાછું વાળી નીરસ આહાર લેવાની ટેવ પાડવી. જે પદાર્થોમાં જીભ મજા માનતી હોય, મોહ કરતી હોય તેવા પદાર્થોનો અપરિચય, અનભ્યાસ, ત્યાગ કરવા વૃત્તિ રાખવાથી રસપરિત્યાગ કે સ્વાદનો જય પ્રાપ્ત કરવાથી આત્માને ઘણો અવકાશ પ્રાપ્ત થવા યોગ્ય છે. તેથી બોઘ પરિણામ પામવાનું કારણ બને છે. સર્વ શાસ્ત્રનો સાર કોઈ જ્ઞાની પુરુષની શોઘ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરવો એ જ છે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાનની યાચના કરતાં ભક્તિની કામના રાખવી એ વિશેષ હિતકારી છે એમ જ્ઞાની પુરુષોનું અનુભવ-કથન છે, તે વિચારશો. આસો વદ ૮, સં. ૧૯૮૭ જે જે જન્મ્યા છે તે દરેકને કોઈ ને કોઈ નિમિત્તે મરણ તો અવશ્ય આવવાનું જ છે. મહાન અતિશયઘારી એવા શ્રી તીર્થકરો પણ નાશવંત દેહને અવિનાશી કરી શક્યા નથી, તો આયુષ્ય ભોગવાઈ રહેતાં પ્રાપ્ત થતાં મરણને રોકવા અન્ય કોઈ સમર્થ છે ? કાળ ગટકા ખાઈ રહ્યો છે. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા યોગ્ય છે. વહેલે કે મોડે આપણે પણ એ મરણની કસોટીમાં થઈને પસાર થવાનું છે એમ વિચારી સમાધિમરણની તૈયારીરૂપ સવિચાર, કષાયની મંદતા કે ક્ષય, મોહ અને દેહાધ્યાસનો ત્યાગ આદિ માટે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ભાવનું સેવન, સત્સંગ, સંતસમાગમ, સપુરુષ અને તેની વાણીનું બહુમાનપણું, વૈરાગ્ય-ઉપશમ આદિનું આરાઘન આજથી આપણે કરી લેવા યોગ્ય છે. જો આટલો ભવ સમ્યકત્વરૂપ ઘર્મને આરાઘવામાં ગાળવામાં આવે તો અનેક ભવનું સાટું વળી રહેવા યોગ્ય છેજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy