________________
ઉપદેશામૃત
મનુષ્યભવ દુર્લભ છે—ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' નો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે. મુનિદેવ મોહનલાલજી આવત, પણ નથી અવાયું તેમાં લાભ છે. આ આવ્યા અને એમને મળવું અને અમને સંભારવા અને બોલાવવા એ બધું ભૂલી જઈ એક જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતારૂપ મારું સ્વરૂપ છે, હે ભગવાન ! મને તેની ખબર નથી, પણ જ્ઞાનીપુરુષોએ દીઠું છે તેવું મારું સ્વરૂપ છે તેનું મને ભાન થાઓ. એ જ આનંદસ્વરૂપ છે. બીજું બધું પાંચ ઇંદ્રિયોથી જે સુખદુઃખરૂપ લાગે છે તે બધું ખોટું છે, ક્ષણિક છે, ટકવાનું નથી, માત્ર નાટકના ખેલ જેવું છે. તેનો હવે, હે પ્રભુ ! વિશ્વાસ ન કરું અને મારું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શાશ્વતું, અચળ અને નિર્મળ છે તે મને પ્રાપ્ત થાઓ. તેની પ્રાપ્તિને અર્થે સદ્ગુરુએ દર્શાવેલો મંત્ર સંતના જોગે આ ભવમાં મને પ્રાપ્ત થયો છે તેનું માહાત્મ્ય ક્ષણ વાર પણ ન ભુલાય અને જ્યાં સુધી જીભે બોલવાનું કામ બંધ નથી કર્યું, આંખે જોવાનું કામ બંધ નથી કર્યું, કાને સાંભળવાનું કામ બંધ નથી કર્યું, સ્પર્શથી સાનરસું લાગતું બંધ નથી થયું ત્યાં સુધી હે પ્રભુ ! એ મંત્રનું રટણ જીભને ટેરવે રહો, કાનમાં એ જ મંત્રનો રણકાર રહો, આંગળી એ જ મંત્રની ગણતરીમાં રોકાયેલી રહો એવી ભાવના અને પુરુષાર્થ કર્તવ્ય છે.
૧૧૮
સર્વ પ્રકારની ચિંતાઓ તજીને માત્ર પરમાત્મસ્વરૂપના ચિંતવનમાં એકાગ્રતા કરવી. ચિત્ત આડું અવળું જાય તેને સમજાવીને આત્મહિતમાં વાળવું.
“વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.’’
એ રાજવૈદ—સદ્ગુરુ વૈદ્ય સુજાણ’ની ઔષધિ ‘વિચાર-ધ્યાન’ તથા ‘આશા'માં વર્તવાનું જેમ બને તેમ વિશેષ રાખશોજી.
૩
Jain Education International
ઘણા સમાગમની જરૂર છે. ઘણી વાત સાંભળ્યા પછી શ્રવણ, મનન, નિદિધ્યાસનના અનુક્રમે સમજાવા યોગ્ય છે. યોગ્યતાની ખામી હશે તેટલી પૂરી કરવી પડશે; પણ મોટી ખામી બોધની છે. બોધની જરૂર છે. તેથી અવકાશ મેળવી સમાગમે વિશેષ બોધનું શ્રવણ થાય તેમ પ્રથમ કર્તવ્ય છેજી.
ચૈત્ર સુદ ૯, સં. ૧૯૮૩
તા. ૧૦– ૪–૨૭
મહત્ પુણ્યના યોગે મનુષ્યભવ મળ્યો છે. તેમાંય મહત્ મહત્ પુણ્યના યોગે સર્વોત્કૃષ્ટ વસ્તુની જિજ્ઞાસા જાગે છે. કોઈ અપૂર્વ પુણ્યના યોગે સત્પુરુષનો આ કાળમાં ભેટો થાય છે અને પ્રત્યક્ષ પુરુષનું ઓળખાણ થવું તે કોઈ અપૂર્વ સંસ્કાર અને અત્યંત પુણ્યના પુંજનો સંચય થયો હોય તો બની શકે છે. તેવા જોગે સત્પુરુષની વાણીનું શ્રવણ અને તેનો યથાયોગ્ય વિચાર કરી આત્મહિત સાધવું તે વિરલ સંજોગો આ કાળમાં ક્વચિત જ બને છે. આવું દુર્લભ વિકટ કાર્ય છતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org