________________
૧૧૭
પગાર્વાલ-૨
તા. ૨૪–૧–૧૯૨૬ જેને આપ્તપુરુષ એટલે આત્મસ્વરૂપ પામેલા પુરુષના બોઘરૂપી લાકડીનો પ્રહાર થયો છે તે જીવો તો પોતાના દોષ ક્ષણે ક્ષણે જોઈ પોતાને વિષે અઘમાઘમપણું માની પોતાનામાં વર્તતા જે દોષો તેને અપક્ષપાતવૃષ્ટિએ જુએ છે અને પોતાનો રાઈ જેટલો દોષ પણ મેરુ જેટલો માની તેને નિર્મલ કરવામાં જ નિરંતર પુરુષાર્થમાં પ્રવર્તે છે.
દોષ તો અનંત પ્રકારના છે. તે સર્વ દોષના બીજભૂત મૂળ દોષ સ્વચ્છંદ, ઉદ્ધતપણું છે. તેના અંગભૂત એટલે સ્વચ્છંદના અંગભૂત દોષો ઘણા છે; જેવા કે “હું જાણું છું, સમજું છું', “અને તેના આઘારે પોતાની કલ્પનાનુસાર પરમાર્થનો નિર્ણય કરવો, પોતાની કલ્પનાનો નિર્ણય તે સાચો માનવો, સપુરુષોની સંમતિ વિના પરમાર્થ માર્ગની પોતે કલ્પના કરવી અને તે કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા, ઇત્યાદિ તથા ઇન્દ્રિયાદિ વિષયનું અતિ લોલુપીપણું, ક્રોઘ માન માયાની મીઠાશ, ઇત્યાદિ દોષો આત્મામાંથી દૂર કરી, પોતાની સમજ ફેરવી સત્પરુષની સમજ અનુસાર પોતાની સમજ કરવી. એ વિના ત્રણે કાળમાં કલ્યાણનો, મોક્ષનો માર્ગ નથી.
ઉપર જણાવેલા દોષો તમારે અમારે બઘાયને વિચારી વિચારીને આત્મામાંથી કાઢવાના છે. તે દોષો ગયે જ યથાર્થ મુમુક્ષુતા પ્રગટ થશે.
તા. ૪-૨-૨૭ સર્વે સારાં વાનાં થશે; ફિકર કરવા જેવું નથી. “ફિકરકા ફકા ભર્યા તાકા નામ ફકીર.”
“નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિયે ? જેથી ચિંતા જાય.” ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહિ,
વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ.” – તેમ વર્તવું.
“વીતી તાહી વિસાર દે, આગલકી શુઘ લે, જો બની આવે સહજમેં, તાહીમેં ચિત્ત દે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org