SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉપદેશામૃત ४. मा मुज्झह, मा रज्जह, मा दुसह इट्ठणिट्ठअत्थेसु । . થિરમચ્છદ ન વિત્તે વિવિત્તજ્ઞાનુપ્રસિદ્ધ II (દ્રવ્ય ૪૮) ભાવાર્થ – હે ભવ્યજનો ! જો તમે નાના પ્રકારનાં ધ્યાન-ઘર્મ, શુક્લાદિ કે નિર્વિકલ્પ ધ્યાનને અર્થે ચિત્તને સ્થિર કરવા ઇચ્છા રાખતા હો તો ઇષ્ટ-અનિષ્ટરૂપ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ ન કરો, દ્વેષ ન કરો અને મોહ ન કરો. ५. मा चिट्ठह, मा जंपह, मा चिंतह किं वि जेण होइ थिरो । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥ ભાવાર્થ – હે જ્ઞાની જનો! તમે કંઈ પણ ચેષ્ટા ન કરો અથવા કાયાની પ્રવૃત્તિ ન કરો, કંઈ પણ બોલો નહીં, કંઈ પણ વિચારો નહીં. એટલે તમારો આત્મા આત્મામાં સ્થિર થાય; કેમકે આત્મામાં તલ્લીન થવું એ જ પરમ ધ્યાન છે. ६. खामेमि सव्व जीवे, सव्वे जीवा खमन्तु मे । ___मित्ति मे सव्व भूएसु, वेरं मज्झं न केणइ ॥ ભાવાર્થ – સર્વ જીવ પ્રત્યે હું ખાવું છું, સર્વ જીવ મારા અપરાધની ક્ષમા આપો. સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કોઈ પ્રત્યે પણ મારે વેરભાવ નથી. આ પત્રમાંની છયે ગાથાઓ મોઢે કરવી અને તેમાં આ અર્થ છે તેનો વિચાર કરવો. એટલો લક્ષ રાખશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy