________________
પત્રાવલિ-૧
૧૧૫ પરિભ્રમણ કરે છે, તે પોતાના સ્વચ્છંદની કલ્પના છે. તે ભૂલ જિનાગમમાં વર્ણવેલી જ્ઞાની પુરુષે જોઈ, વિચારી, ટાળી પોતાના નિજભાવ મૂળ ઘર્મ સમ્યગ્દર્શન-શાન ચારિત્રમાં પોતે પરિણમ્યા છે. તે જ કર્તવ્ય છે.
નીચેની વાણી ખાસ કરીને આત્માર્થી જીવને લક્ષમાં લેવા જેવી છે, વારંવાર વિચારવા જેવી છે, દિન પ્રત્યે સ્મૃતિમાં, ધ્યાનમાં, ભાવનામાં લેવા જેવી છે.
ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે;
- તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે.” મોટા પુરુષોએ એ લક્ષમાં લીધું છે. તેથી જીવનું કલ્યાણ થાય છે. ઊંડી વાત છે. લક્ષમાં લેવા જેવી છે. જૂનું મૂકવા જેવું છે. કચ્યું જાય એવું નથી. ક્ષણે ક્ષણે કાળ જાય છે, તે ફરી પાછો આવતો નથી. આ જીવ કયા કાળને ભજે છે? એમ જાણી પોતાની જિંદગીમાં તે ભાવમાં આતમ સસ્વરૂપ શુદ્ધ આત્માનું છે તેની ઓળખાણ, પ્રતીતિ, શ્રદ્ધા, આજ્ઞા ભાવપૂર્વક–લક્ષ રાખે તો સંગનું ફળ અવશ્ય થયા વિના રહેશે નહીં.
“મનને લઈને આ બધું છે. માટે ચિત્તવૃત્તિ કોઈ સત્પરુષે કહેલા વચન ઉપર પ્રેરી કાળ વ્યતીત કરવા જેવું છેજી. તે આ :
१. 'चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो ।
माणुसत्तं सुइ सद्धा संजमम्मि य वीरियं ॥ (उत्तरा० ३, १) ભાવાર્થ - મોક્ષ પામવાનાં ઉત્કૃષ્ટ ચાર અંગ છે : (૧) મનુષ્યપણું, (૨) મૃત (સપુરુષના મુખની વાણી) નું શ્રવણ, (૩) સદ્ઘર્મ ઉપર શ્રદ્ધા, (૪) સંયમને વિષે બળ-વીર્ય ફોરવવું. એ ચાર મોટાં કારણો આ સંસારમાં મળવા દુર્લભ છે.
२ अहमिक्को खलु सुद्धो, निम्ममओ णाणदंसणसमग्गो ।
તદ્વિ દિશો તો, સળે અવયં . (સમય ૭૩) ભાવાર્થ –હું એક છું, પરપુદ્ગલથી ન્યારો છું, નિશ્ચયનયે કરીને શુદ્ધ છું, અજ્ઞાન-મેલથી ન્યારો છું, મમતાથી રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું, હું મારા જ્ઞાન-સ્વભાવ સહિત છું, ચેતના ગુણ મારી સત્તા છે, હું મારા આત્મસ્વરૂપને ધ્યાતો સર્વ કર્મનો ક્ષય કરું છું.
३. झाइ झाइ परमप्पा, अप्पसमाणो गणिजइ परो वि ।
ऊज्झइ राग य दोसो छिज्जइ तेण संसारो ॥ ભાવાર્થ – પરમાત્મસ્વરૂપનું ધ્યાન ઘરો, ધ્યાન ઘરો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. રાગ અને દ્વેષ ત્યજો. તો તેથી સંસારનું બંઘન છેદાય છે.
૧. ચારે અંગો ય દુષ્માણ્ય, જીવોને જગમાં ઘણાં; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વિર્ય ફુરણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org