________________
૧૧૪
ઉપદેશામૃત
જીવને સમકિત થાય છે. પરભવમાં તે સાથે રહે છે. છેવટ મોક્ષ થાય ત્યાં સુધી તે છે, તેમ સમજાયું છે. તો હે પ્રભુ ! આપને તે જોગ મળી આવ્યો છે તો હવે આપને તે જ ભાવની ભાવનાએ કાળ વ્યતીત કરવો કર્તવ્ય છે. મને તો એમ સમજાય છે. જેમ બને તેમ અસંગ અપ્રતિબંધની ભાવનાએ, એક જ જાગૃતિની ભાવનાએ કલ્યાણ છે. બાકી પૂર્વકૃત ઉદય હોય છે તે મારો નથી, એ વિભાવ પિરણામ જડ છે. પુદ્ગલ તેને મારું નહીં માનું. મારું જે છે તે જ્ઞાની પુરુષે કહ્યું છે તે છે.
૧૭૬
શ્રીમદ્ સદ્ગુરુ સહજાત્મસ્વરૂપ પરમગુરુ, નમસ્કાર હો !
એક ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ જ સ્મરણ કર્તવ્ય છેજી. ઉદયાઘીન શાતા-અશાતા વેદની કર્મબંધનથી મુકાવાના સમય જાય છે. ત્યાં ઉપયોગ (આત્મા) જોવાની ભાવના વારંવાર વિવેકથી વિચારી, જડથી ચૈતન્ય ભિન્ન છે એમ સમજી, જ્ઞાનચક્ષુથી દિવ્યચક્ષુ વિચારમાં ઘ્યાનમાં લાવી, આત્માનંદ ભાવનાએ ભક્તિ કર્તવ્ય છે.
‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,' જીવ લહે કેવળજ્ઞાન રે. “સંગ-પરિહારથી સ્વામી નિજપદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું; જવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો, પરતણો સંગ સંસારતાએ ગ્રસ્યો.''
સમજો, સમજી શમી જાઓ.
સવારમાં ઊઠી શ્રી સત્પુરુષનાં દર્શન કરવાં. પછી નિવૃત્તિજોગ મેળવી એક આસન ૫૨ સ્થિતિ કરવી. તે સમામાં (સમયમાં) પ્રથમ મંત્ર (પરમગુરુ) સંભારી માળા ફેરવવી, અથવા ઘ્યાન અગર ભક્તિના દુહા ‘હે પ્રભુ ! હે પ્રભુ !' માં અનુકૂળ જોગે જેટલો અવકાશ મળે તેટલો કાળ વૃત્તિ રોકી ઉપયોગની જાગૃતિ રાખી વર્તવું. સવૃત્તિનું અનુસંધાન કરવું. કાયોત્સર્ગમાં રટણ, સ્મરણ, ધ્યાન, જ્ઞાન-દર્શનચારિત્ર—જાણવું-દેખવું-સ્થિરતા, સદ્વિચાર કર્તવ્ય છેજી.
‘સર્વવ્યાપક સત્-ચિદ્-આનંદ એવો હું આત્મા એક છું, એમ વિચારવું, ધ્યાવવું.'
ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી શાંતિઃ શાંતિઃ શાંતિઃ
કરવું.
Jain Education International
૧૭૭
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
આ જીવ અનાદિ કાળથી પોતાની મતિકલ્પનાએ ધર્મ માની લઈ ધર્મ આરાધન કરવાનું પ્રયત્ન કરે છેજી. તેથી મૂળ ધર્મને પામી શક્યો નથી. મિથ્યા મોહને લઈ અનંત સંસાર અનંતા જીવો
For Private & Personal Use Only
www.jainelibrary.org