________________
૧૧૩
પત્રાવલિ-૧ (૧૬) જે છે તે જતું નથી. (૧૭) જેમ છે તેમનું તેમ છે. (૧૮) દ્રષ્ટા છે, જાણે છે, એમ જ છે.
૧૭૫
તત્ સત્ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવ શુદ્ધ ચૈતન્યસ્વામી પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો !
તારા દર્શનથી ગુરુરાજ રે, સર્યા સર્યા મારાં સહુ કાજ રે ! ભમ્યો અંધ બની ભવમાંહી રે, કાળ અનંત પામ્યો ન કાંઈ રે ! ૧ તારા દર્શનથી જિનરાજ રે ! ટળ્યાં મોહપડળ મુજ આજ રે !
વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનુપ રે ! ૨ પવિત્રાત્મા સુજ્ઞ આર્ય પૂજ્ય ભાઈ છોટાલાલ મલકચંદ શાહ પ્રત્યે વિજ્ઞતિઃ
મુ. શ્રી વટવા, અમદાવાદ પાસે. શ્રી સનાતન જૈન ઘર્મ તીર્થ-શિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લખાવિત મુનિકુળ લઘુના જય સદ્ગુરુવંદનપૂર્વક આશીર્વાદ સાથે સર્ઘર્મવૃદ્ધિ પ્રાપ્ત થાય.
વિ. હે પ્રભુ ! આપનો પત્ર-ભાઈ રામજી વેલજીના હસ્તાક્ષરે લખાયેલ પત્ર–સવિગત વાંચી સંતોષ થયો છે.
હે પ્રભુ ! આપ મહા ભાગ્યશાળી છો. આ કર્મના ઉદયે થતા ચિત્રવિચિત્ર દેહાદિ પર્યાયને પોતાના માની અહંભાવ-મમત્વભાવ થયો છે. આ સંસારમાં ખરી ભૂલ તો એ જ છે. તેથી પરભાવમાં પરિણમી મોહાસક્તિને આધીન થઈ સંકલ્પ-વિકલ્પ આદિ વડે બંઘન થયું છે, થાય છે. તેમાં આ જીવ મહાપુણ્યના યોગે મનુષ્યભવ પામ્યો. તેમાં ય મનુષ્યભવ તો ઘણા ઘણા થયા તે પશુવત્ હતા અને તેમાં મિથ્યા જડને ચેન માની રાગ-દ્વેષ કરી ભવબંઘન વઘાર્યા છે. તે ભૂલ યથાતથ્ય સમયે શ્રીમદ્ શ્રી પરમકૃપાળુના જોગે તેના બોઘની પ્રતીતિ, રુચિ, આસ્થા થયે, મારી અલ્પમતિથી, કલ્યાણ સમજાય છે). તે વિષે હે પ્રભુ! આપને કંઈ લખતો નથી. હે પ્રભુ! આપનો પત્ર વાંચતાં આપના જે પર્યાય, ભાવ છે તે મને બહુ સારા લાગ્યા છે.જી. અને આપની યોગ્યતા, ભાવના જોઈ હું આત્મભાવનાએ આત્મભાવમાં નમસ્કાર કરું છું. આશીર્વાદપૂર્વક આપનું કલ્યાણ થાઓ એમ ઇચ્છી, ભવપર્યત અખંડ જાગૃત રહો એ જ આશીર્વાદ છે. હે પ્રભુ ! મારી યોગ્યતાની ખામીથી હું કંઈ આપને લખી ન શકું, શાથી જે પરમ કૃપાળુદેવ જ્ઞાનીની આજ્ઞા છે, જે તમારે યોગ્યતા વર્ધમાન થાય તેમ કર્તવ્ય છે. યથાતથ્ય જે જ્ઞાનીએ ક્ષાયિક પ્રાપ્ત કર્યું છે તેનો અધિકાર છે. માટે હે પ્રભુ ! તે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં અખંડ જીવન ભવપર્યત આજ્ઞામાં રહ્યાથી–અવશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org