________________
૧૧૨
ઉપદેશામૃત આત્મસિદ્ધિશાસ્ત્ર' અને “છ પદ’ના પત્રમાં બધું આવી ગયું છે. ૦ ૦ ૦ ૦ એ પૂછ્યું હતું કે ગુરુગમ શું? એ બહુ કુશળ છે. પણ ગુરુગમ મળી નથી. બહુ વાત કહેવાની છે પણ શક્તિ નથી. જીવની યોગ્યતા જોઈએ. ગુરુગમ વિષે ઘણું સાંભળવાની જરૂર છે. આખો દિવસ આ વ્યવસ્થા અને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મહિત છે? આત્માની કાળજી રાખવાની છે. દેહનું જેમ થવાનું હોય તેમ થાઓ, ભલે કપાઈ જાઓ, છેદાઈ જાઓ, પણ સદ્ગુરુ દ્વારા થયેલી પકડ છોડવા યોગ્ય નથી. મેં આત્મા નથી જાણ્યો, પણ સદ્ગુરુએ જાણ્યો છે એ શ્રદ્ધા કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય નથી. અરૂપી આત્મા શી રીતે જોઈ શકાય ! સદ્ધી પરમ સુહા |
૧૭૪
તત્ સત્
શ્રી સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુને ત્રિકાળ નમસ્કાર ! (૧) એક અક્ષરથી સમજાય ત્યાં પાંચ, પાંચ અક્ષરથી સમજાય ત્યાં પચીસ, પચીસ અક્ષરથી
સમજાય ત્યાં પચાસ, પચાસ અક્ષરથી સમજાય ત્યાં સો નહીં કહેવા. ટૂંકથી સમજાય
ત્યાં વઘારે નહીં કહેવું. (૨) આત્મા જોવો; પુદ્ગલ ભ્રમ છે. (૩) પર્યાય પર દ્રષ્ટિ કરવાથી દોષ દેખાય છે, કષાય પોષાય છે. આત્મા જોવાથી આત્મા
પોષાય છે. આત્મા જોયો તો આત્મા ને તેથી પર જોયો તો પર. (૪) સમદ્રષ્ટિ. (૫) ભૂલી જવું. (૬) જડભરતવતુ. (૭) મૃત્યુ મહોત્સવ છે. (૮) સમાધિમરણ. (૯) દુઃખ જાય છે—ધીરજ, સમતા, ક્ષમા. (૧૦) દયા–આભારી. (૧૧) શત્રુ કટ્ટાને જીતવાનો અવસર, સમય-સ્વભાવ. (૧૨) મારું નથી. આવ્યું છે તે જાય છે. પાછું આવવાનું નથી. (૧૩) જે છે તેનું સ્મરણ-સહજાત્મસ્વરૂપ. (૧૪) એક છે, બીજો નથી. (૧૫) બીજું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org