________________
પત્રાવલિ–૧
૧૧૧ ૧૭૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૨૨-૩-૩૫ ભગવાનનું વચન છે કે સદ્ધી પરમ કુદ્દી. આપને પરમ કૃપાળુદેવ ઉપર શ્રદ્ધા છે તે હવે પલટાય તેમ નથી. બીજું બધું તો પ્રારબ્ધ પ્રમાણે થયા કરે છે. જીવની યોગ્યતાની ખામી હોય તે પૂરી કર્યો છૂટકો છે. પરમ કૃપાળુદેવ પ્રત્યે પ્રેમ ઉલ્લાસ ભક્તિ કર્તવ્ય છે. શારીરિક સ્થિતિ તો જેવી પલટાતી રહે તેવી જોયા કરવા યોગ્ય છે. સમતા, ઘીરજ રાખી સર્વ સહન કરવા યોગ્ય છે, ખમી ખૂંદવા યોગ્ય છેજી.
૧૭૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
શ્રાવણ સુદ ૧૫, સં. ૧૯૯૧ પરમ કૃપાળુ મોટા પુરુષોએ કહ્યું છે કે જીવે જે કર્યું છે તે ભોગવ્યા વિના કોઈને છૂટું નથી. આ જીવને પણ બાંધ્યા વિનાનું બીજું આવવાનું નથી. તો સમતાએ ઘીરજથી સમભાવે સહન કરવું એમ જ્ઞાની પુરુષોએ કહેલું છે. બાંઘેલાં કર્મ જાય છે. તેમાં હરખશોક કર્તવ્ય નથી.
૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭૨
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૧૩-૧૧-૩૫ જે દુઃખ આવે છે તે જવાનું છે, જાય છે. તે ફરી આવવાનું નથી. તેથી ગભરાવું નહીં. માત્ર જીવને પુરુષના બોઘની ખામી છે. તે પ્રાપ્ત થાય તેવી ભાવના વર્ધમાન કરવા યોગ્ય છે. સત્સંગે તે પ્રાપ્ત થવા યોગ્ય છે. તેથી તે સત્સંગની અભિલાષા રાખ્યા કરવી.
વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, છ પદને પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ મંત્ર વગેરે સાંભળવા વિચારવામાં વિશેષ કાળ ગાળવા યોગ્ય છેજી.
૧૭૩
નાસિક, ચૈત્ર સુદ ૭, ૧૯૯૨ જબ જાકી જેસી ઉર્દ, સો સોહે તિતિ થાન;
શક્તિ મરોરે જીવકી, ઉરે મહા બલવાન.” શ્રી બનારસીદાસજી શું કહેવાય ! ક્ષેત્રફરસના પ્રમાણે છે, થાય છે. સદ્ગુરુકૃપાથી આત્મા જાણ્યો છે, અને દેહ તો આનો, આનો, આનો સર્વનો ક્ષણભંગુર છે. તે સંબંધી કલ્પના કરવી વ્યર્થ છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહો ?”
“જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org