________________
૧૧૦
ઉપદેશામૃત સમાન છે તે નક્કી જાણવું. જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા માટે માન્ય છે—જ્ઞાનીના કહેવાથી મારે માન્ય છે. એ જ શ્રદ્ધાં. તે મારી શ્રદ્ધા હો ! જેટલા સંકલ્પ-વિકલ્પ છે તે મિથ્યા છે. સંકલ્પ-વિકલ્પથી આત્મા રહિત છે, તે આત્મા હું માનું છું. નિશ્ચયનયે રાગ-દ્વેષ, મોહ તે આત્મા નથી. નિશ્ચયનય મને માન્ય છે. આ બધું સ્વપ્ન છે–પરભાવને સ્વપ્ન જાણવું.
૧૬૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૩-૨-૩૫ “સંતચરણ આશ્રય વિના, સાઘન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. સૌ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? પ્રભુ ! પ્રભુ ! લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુપાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય?” જુગાર રમે તે નરકે જાય; આ વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. ફરીને આવો મનુષ્યભવ નહીં મળે. સહેજે કામ ચાલતું હોય અને પોતે બીજા જુગાર વગેરે ઘંઘામાં પ્રવર્તે છે તેને ધિક્કાર, ધિક્કાર, ધિક્કાર છે !
૧૬૯
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૧૪-૩-૩૫
ફાગણ સુદ ૧૦, સં. ૧૯૯૧ તમો જેમ બને તેમ કોઈ અવસર દેખી સત્સંગ કરવા અવકાશ દેખીને અત્રે આવશોજી. એક આત્મા છે તેની સત્સંગે બોઘથી ઓળખાણ-પિછાણ થયે સર્વ દુ:ખનો નાશ થઈ શાંતિ આવે છે. તો અવકાશ લઈ આવશો તો બોઘ મળશે. એ જેવું એક્ક નથી. બોઘથી કલ્યાણ થાય છે અને જેમ છે તેમ સમજાય છે. પછી કાંઈ ફિકર રહેતી નથી. “ફિકરકા ફકા ભર્યા તાકા નામ ફકીર.” આટલી વાત ધ્યાનમાં રાખી, તમારા ચિત્તને કોઈ પ્રકારનો ખેદ દેખાય તો અત્રે આવી જશો–એક કે બે દી, તો બધી વાતે ખેદનો નાશ થઈ યથાતથ્ય જેમ છે તેમ સમજાશે. જ્ઞાનીને પણ કર્મ બાંઘેલાં હોય છે; તોપણ તેમને ખેદ રહેતો નથી, ઊલટું અવળાનું સવળું થઈ જાય છે. તે હજુ સમજાયું નથી માટે સમજવાની જરૂર છે. આ વાત મનમાં રાખશો તો બહુ સારું થશે. વઘારે શું લખવું ? અવકાશ લઈ સમાગમ કરવાનો લક્ષ રાખશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org