________________
પત્રાવલિ–૧
૧૦૯ ઊતરતાં કંઈ બહાર જવાની વૃત્તિ થયા કરે છે. પણ શરીર કંઈ સહન કરી શકે તેવું હવે રહ્યું નથી. આંખે ઝંખાશ વર્તાય છે, કાનની બહેરાશ વઘતી જાય છે, બોલતાં પણ તોતડા અક્ષર થઈ જાય છે. બોલતાં બોલતાં થાકી જવાય છે. સાદ બેસી ગયો હોય તેમ ભારે સાદ રહે છે. મરણ વારંવાર સાંભરે છે. કંઈ ભય વર્તતો નથી, પણ ક્યાંય ગોઠતું નથી, ચેન પડતું નથી. સદ્ગશરણે સમતાની ભાવનાએ જે થાય તે જોયા કરવું એ સિવાય બીજો ઉપાય જણાતો નથી. વેદનીયકર્મ–શાતા-અશાતા પ્રાણી માત્રને ભોગવવું જ પડે છે, તેમાં કંઈ કોઈનું ચાલતું નથી. સદ્ગુરુના શરણાથી અત્રે સમભાવે જેમ બને તેમ ભોગવવું કરાય છે. અમારું તો જે શ્રી સદ્ગુરુએ કહેલું તે એક ધ્યાન છે.
૧૬૬ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે, અગાસ
તા. ૧-૧૧-૩૪ આપને શું જણાવવું? પરમ પુરુષ પર જેટલો વિશેષ પ્રેમભાવ, શ્રદ્ધા, આશ્રય-ભક્તિભાવ વધે તેટલું સ્વપરનું કલ્યાણ છે, એ આપના લક્ષમાં છેજી. આપ બહુ નિકટ આવી ગયા છો એટલે યોગ્યતામાં આવ્યા છો. આટલી પુણ્યાઈ હોવા છતાં મનમાંથી તેને દૂર કરી ઉપર ઉપરથી રાખો છો! સ્વ. જૂઠાભાઈ અને આપનું કામ થયું છે. રસ્તે ચડવા માટે પરમ પુરુષની શ્રદ્ધાની જરૂર છે. જેને તે આવી તેનો અવશ્ય મોક્ષ થશે. ઘણા ભવ્ય જીવોનું કલ્યાણ થવાનું છે. એમાં કંઈ પૈસાની કે પદવીની જરૂર નથી, માત્ર શ્રદ્ધા કરવાની જરૂર છે. જે તેમ કરશે તે ગમે તેવો હશે તો પણ ઉત્તમ પદ પામશે. મેં નથી જાણ્યો તો મેં માન્યા છે તે પુરુષે તો આત્મા જામ્યો છે એટલી પ્રતીતિ પણ બહુ લાભકારી છે.
૧૬૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૨૯-૧૧-૩૪ “હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ,
માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” જ્ઞાનીને આસવમાં મોક્ષ થાય છે, મુકાય છે; મિથ્યાવૃષ્ટિને સંવરમાં બંધ થાય છે એનું કારણ શું છે ? સમકિત. તમારી માગણી સમકિતની થઈ છે, તે કૃપાળુદેવની કૃપાથી તમને થશે નિઃશંક માનજો.
અનાદિનો જીવ મિથ્યાત્વમાં છે. પ્રથમ શીખવાનું : મારું કંઈ નથી. પુદગલ છે તે ચૈતન્ય શક્તિથી ભિન્ન છે, ભિન્ન છે, ભિન્ન છે; આત્માની શક્તિ આત્મામાં છે. ચેતન્ય છે તે પોતાનું છે, બીજું નહીં, એમ માને છે તે મુકાય છે. પોતાનું નહીં તેને મારું માને છે તે બંઘાય છે. “મારું છે, મેં કર્યું એમ માનનાર બંઘાય છે. બધું જ જડ છે, પુલ પર્યાય છે તે કદી પોતાનું થયું નથી, થશે નહીં અને તે પણ નહીં. તે પોતાનું નહીં માનવું, પોતાનો તો આત્મા છે. તે જ્ઞાનીએ જાણ્યો છે, સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org