________________
૧૦૮
ઉપદેશામૃત બોલવું. સામાને ક્રોઘ આવે, કષાય થાય તેવું બોલવું નહીં. મિત્રતા, કરુણાભાવ, પ્રમોદભાવ, અને મધ્યસ્થતા-સમભાવ, આવાં વચનો હૃદયમાં લાવી વિચારીને સર્વ સાથે બોલવું. નમનતાથી સામાને સારું લાગે તેવો સ્વભાવ કરવાનું ખ્યાલમાં રાખવું. અહંકાર, અભિમાન વૃત્તિમાં આવવા ન દેવાં, નમી જવું. સૌને સારું લાગે તેવો સ્વભાવ કર્તવ્ય છે. “શેઠની શિખામણ ઝાંપા સુઘી” તેમ કરવું નહીં. આ વચન લક્ષમાં રાખી સૌથી હું નાનો છું, મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો. આપણો કોઈ તિરસ્કાર કરે તો પણ તેને ઘીરજથી સારું લાગે તેમ વર્તવું. “તમે સમજુ છો, તમે ડાહ્યા છો, ઠીક કહો છો' એમ કહી જેમ ક્રોધાદિ શમાઈ સમતામાં તે આવે તેમ ઘીરજથી, સંપથી તેને સારું લાગે તેમ બોલવું. ઘીરજથી તેની સાથે વાત કરવી. ‘પૂછતા નર પંડિતા' એવો સ્વભાવ રાખવો. તમારા નાના ભાઈ શાંતિની સાથે નમનતાથી બોલી આપણી મતિમાં કંઈ આવ્યું હોય તો પણ તેમને પૂછવું. પોતાની મા સાથે, બાઈની મતિ અલ્પ હોય તોપણ, ક્ષમા રાખી, તેમની સાથે મળીને કામ લેવું. કોઈ વાત પૂછીને કરવી. જેમ ઠીક થાય, સારું થાય તેમ વર્તવું. મતિથી જેટલી બને તેટલી એમને સમજ આપવી. જેમ સંપ રહે, તેમને સારું લાગે તેમ કરવું. જો કે આપણને કઠણ લાગે તોપણ તેમને વચનથી એવું કહેવું કે તમે સમજુ છો. અવકાશ મળે તો એક દી બે દી તમારી બાએ કે તમારે અત્રે આવી જવું. કોઈ આત્માર્થની વાત, સત્પરુષે કહેલી શિખામણ અત્રે સાંભળી જવી. તે તમને આ ભવ અને પરભવમાં હિત થવાનું કારણ છેજી. સુખદુઃખ આવે તે ગણવાં નહીં. જેવો દહાડો પડ્યો હોય તેવો સમતાએ ઘીરજથી સહન કરી લેવો. અકળાવું નહીં. ગભરાવું નહીં. મીઠાશથી સૌને સારું લાગે તેમ બોલવું. છણકીને, અકળાઈ જઈને બોલવું નહીં.
આ વાત ધ્યાનમાં રાખશો. તમને વધારે સારું થશે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. ગામમાં કોઈની સાથે વેર ન રાખવું. સૌની સાથે હળીમળીને રહેવું. કોઈને ક્રોઘ આવ્યો હોય તો પણ નમીને આપણું કામ કરી લેવું. વેર થાય તેમ ન વર્તવું. “બાપની બૈરી કે માજી' કહેવામાં ફેર છે, તેમ આપણે એને સમજાવીને કામ લેવું. સોની સાથે, નાના બાળકની સાથે પણ ઘીરજથી સમજાવીને કામ લેવું. આખો લોક ત્રિવિઘ તાપથી બળે છે. તમારા ભાઈ પ્રત્યે પણ ઉલ્લાસભાવ થાય, તેમને સારું લાગે તેવા પત્ર લખતા રહેવું–રીસ ચઢી હોય તો રીસ ઊતરી જાય, આપણને કંઈ સારી શિખામણ લખી જણાવે તેમ તેમને લખતા રહેવું, પૂછવાનું પણ રાખવું.
૧૬૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
આસો વદ ૨, સં. ૧૯૯૦ હે પ્રભુ ક્ષણભંગુર દેહ દગો દેનાર છે. કોઈ રોગ લેવા સમર્થ નથી. જીવને કર્મ એકલા ભોગવવાં પડે છે. પણ સમકિતીની બલિહારી છે ! તેને તો જેમ વઘારે દુઃખ આવે તેમ વઘારે નિર્જરા થાય છે. જેની પાસે ભેદવિજ્ઞાન હથિયાર છે તેનો આખરે જય થાય છે. અત્રે સર્વ પ્રકારની બાહ્ય અનુકૂળતા છતાં જરા અવસ્થાની વેદની લેવા કોઈ સમર્થ નથી. ક્યાંય ચિત્ત ગોઠતું નથી. ચોમાસું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org