________________
પત્રાવલિ-૧ ૧૬૨
१०७
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૧૭૯૩૪, ગુરુવાર સર્વની સાથે હળીમળીને વિનયથી વર્તવું. કોઈનો પણ ફેરો ફાંટો ઉમંગથી ખાવો. સર્વને સારું લાગે તેમ બોલવું, મળવા જવું, કામકાજ પૂછવું અને બાળકની પેઠે સર્વથી લઘુ થઈને નમ્રતાથી વર્તવું. ગભરાવું નહીં. ઉલ્લાસ રાખવો. કામમાં ખામી ન આવવા દેવી અને આળસમાં, મોજશોખમાં નકામો વખત વહી જવા ન દેવો. દરરોજ વીસ દોહરા ભક્તિના તથા ક્ષમાપનાનો પાઠ અને આત્મસિદ્ધિ બને તો તે પણ બોલવાની ટેવ રાખવી. સારી નીતિ ન્યાયપૂર્વક વર્તણૂક રાખવાથી પુણ્ય બંધાય અને ધર્મના કામમાં કાળજી રાખવાથી આત્માનું કલ્યાણ થાય માટે બન્નેમાં કાળજી રાખવી.
ન
ઘીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે. ક્રોધી સ્વભાવ જેનો ન હોય તેના સર્વે મિત્રો બની જાય છે. વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઇચ્છવું. સદાચાર સેવવા. મૈત્રીભાવ રાખશો. ધીરજથી હળીમળી આનંદ લેવો. ગુણગ્રાહી થવું. આપણને કોઈએ ગુણ કર્યો તો આપણે તેનો બદલો વાળવો, મીઠાં વચનથી, નમનતાથી સારાં વચન કહી તેનું મન રાજી થાય તેમ કરવું. આ વાત કોઈ જીવાત્મા સમજુ હોય તેને કહેવાનું થાય છે. સૌથી મોટી નમનતા છે. લઘુભાવ કરી વર્તવું. અહંકાર અને અભિમાન આત્માના વૈરી છે, તેને મનમાં લાવવા નહીં. અભિમાન થવા ન દેવું. એમ મનમાં ન લાવવું કે હું સમજું છું, આ તો કંઈ સમજતો નથી. કહ્યું છે કે
‘જાણ આગળ અજાણ થઈએ, તત્ત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી.’'
આ બધું તમારા ઉપર સમજણ માટે લખાય છે. મનમાં એમ ન કરવું કે હું તો સમજુ છું. કોઈ અણસમજુ હોય તેનું પણ મન દૂભવવું નહીં. તેને પણ સારા સારા કહી એમનું, આપણું હિત થાય તેમ કરવું.
Jain Education International
* ⭑
૧૬૩
મરણ બહુ સાંભરે છે. આજ સુધીમાં જે જે મરણ થયેલાં તે વારંવાર યાદ આવે છે અને ક્ષણિકતા, અનિત્યતા તરી આવે છે કે કાચની શીશીની પેઠે કાયાને ફૂટી જતાં વાર લાગતી નથી. ગભરામણ થાય છે, કંઈ ગોઠતું નથી. કોઈ સ્થાનમાં બહાર જવાથી પણ ગોઠતું નથી, અહીં રહેવાથી પણ ગોઠતું નથી. મરણનો ડર પણ નથી. પણ વિચિત્ર કર્મના ઉદય દેખાવ દે છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા સુદ ૫, ગુરુ, સં. ૧૯૯૦
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૨-૧૦-૩૪
સર્વ સાથે, ક્રોધ આવે ત્યારે ક્ષમા, નમ્રતાથી બોલવું. સામા ભાઈ પ્રત્યે જેમ સારું લાગે તેમ
૧૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org