________________
૧૦૬
ઉપદેશામૃત પોતાને માટે છે. ન ગમે તોપણ “મોક્ષમાળા' આદિ પુસ્તક વાંચવામાં મન રાખવું. ચિત્ત-મન બીજે ફરતું હોય ત્યાંથી રોકી દઈ કંઈક ઘર્મના કામમાં તેને રોકવું. કંઈ ગભરાવું નહીં. હિમ્મત રાખી મંત્રનું સ્મરણ કર્યા કરવું. કામને ટાણે કામ અને આરામને ટાણે આરામ. મનને, વિચારને સારા કામમાં પુણ્ય બંઘાય એવામાં રોકવાં. સૌ સાથે મૈત્રીભાવ રાખવો. સંપ, શીલથી વર્તવું. કોઈ સાથે કુસંપ કરવો નહીં. લીંબુનું પાણી સૌમાં ભળે તેમ સર્વ સાથે હળીમળીને રહેવું, ભળી જવું.
સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. પરમ કૃપાળુદેવ ઉપર શ્રદ્ધા અને તેમનાં વચનનો વિચાર યથાર્થ થવાથી સમકિત થાય છે. તેની પ્રાપ્તિ થવી મોટી વાત છે. પણ તે મેળવવા પ્રયાસ કરવો. શાતાઅશાતા બાંઘી હશે તે ભોગવવી પડશે, તેમાં દિલગીર ન થવું; સદાય ઉલ્લાસમાં રહેવું, ગભરાઈ જઈ ઉદાસ રહેવું નહીં. હિમ્મત હારી જવી નહીં. સમભાવ રાખી ખમી ખૂંદવું.
રોજ વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચનાનું પુસ્તક વાંચવાનું બનતા જોગે કરશો. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ તો સાંજે કે સવારે ભણવા. તેનું ફળ અવશ્ય થશે. આત્માર્થે કરવું. બીજું કાંઈ ઇચ્છવું નહીં. સુખદુઃખ તો બાંધેલું છે. તે કોઈને આવ્યા વિના રહેવાનું નથી. કાળ જાય છે તે અમૂલ્ય છે. કંઈ ઇચ્છા કરવી નહીં. બનવાનું હશે તેમ બનશે. કંઈ બહુ સંભારવું નહીં, ભૂલી જવું. જેવા દુઃખના દહાડા આવે તેવા સમભાવે ઉલ્લાસથી ભોગવી લેવા.
૧૬૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૧૮-૮-૩૪ આ જીવનું પ્રમાદ તથા સ્વચ્છેદ ભૂંડું કરે છે. માટે જીવે સપુરુષનો બોઘ સાંભળી, વાંચી, વિચારી મનને, વૃત્તિને બહુ વિકલ્પમાં બીજા પરભાવમાં જતી રોકી, કામકાજ કરતાં, હરતાં ફરતાં મન સ્થિર કરી “સહજત્મસ્વરૂપ ની ભાવના હૃદયમાં કરવી. ક્ષણે ક્ષણે, કામકાજ કરતાં, હરતાં ફરતાં મનમાં સ્મરણ કરવું કર્તવ્ય છે. જેટલો બને તેટલો પુરુષાર્થ કરવો. ગભરાવું નહીં, અકળાવું નહીં, મૂંઝાવું નહીં. જેમ બને તેમ સર્વિચારમાં મનને-વૃત્તિને લાવવી. પરમાં જતું અટકાવવા કોઈ પત્ર પરમ કૃપાળુદેવનો વાંચવો, વિચારવો.
પ્રારબ્ધ પ્રવૃત્તિમાં સૌ જીવાત્મા છે. તેમાં બઘા દિવસ જાય છે; પણ માસે પંદર દિવસે એક સ્થાને બધા મુમુક્ષુઓએ ભેગું થવાય એમ કરવું. કાળ જાય છે. એમાં કંઈ સત્સંગ કરવા અર્થે એક દિવસ ગોઠવશો તો, અડચણ નહીં પડે. બઘાની સલાહ મેળવી એક દિવસ ઘર્મમાં જાય તેમ કાઢશો. ફરીને આ મનુષ્યભવ મળવો દુર્લભ છે. એક શહેરમાં છો તો આવી ગોઠવણ કરશો તો બની રહેશે. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી એમ વિચારી ઘર્મના કામમાં પુરુષાર્થ કર્તવ્ય છેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org