________________
૧૦૫
પત્રાવલિ–૧ સમયે યમ મ પHIT' ક્ષણ લાખેણી જાય છે. એવો કાળ વ્યતીત કરવાને સદ્ગુરુ કૃપાથી મળ્યો છે તેથી કાળ વ્યતીત કરીશું. સદ્ગુરુના બોઘથી હિત થાય છે, તેવો સત્સંગ દુર્લભ છે. જેમ બને તેમ તે મેળવવાની કાળજી રાખવા જેવું છે. કાળ જેમ બને તેમ પુરુષના બોઘમાં વ્યતીત થાય તે સારું છે. ઘણું કરી વીતરાગ માર્ગ “સમ'નો છે. જેવી ક્ષેત્રફરસના હોય તે પ્રમાણે બન્યા કરે છે. તેના દ્રષ્ટા થઈ રહેવું.
'ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૬૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૧૪-૮-૩૪
શ્રાવણ સુદ ૪, મંગળ, સં. ૧૯૯૦ મોટા પુરુષોએ આત્મહિત થવા માટે અને જીવને પુણ્ય બંઘાય તેવો લક્ષ થવાને જણાવ્યું છે. મનુષ્યભવ મળવો દુર્લભ છે. તે મનુષ્યભવ પામી એવી રીતે સંસારમાં વર્તવું કે જેથી પુણ્ય બંધાય, દેવગતિ થાય અને સત્પરુષ-સદ્ગુરુની શ્રદ્ધાએ સમ્યકત્વ પમાય. આ વાત ચૂકવા જેવી નથી. આત્માને માટે એ જ કર્તવ્ય છે. તમે સમજુ છો. માટે પરમાર્થે સ્વપરનું હિત ચિંતવવું. તે માટે નીચે મુજબ લક્ષમાં રાખી વર્તવું યોગ્ય છે :
૧. જૂઠું બોલવું નહીં. જો કે તે ટેવ ઘણાકને હોય છે, પણ સાચું બોલવાની ટેવ રાખવી. ૨. લાંચ લેવી નહીં. ૩. ચોરી કરવી નહીં. ૪. પરસ્ત્રીનો સંગ કરવો નહીં. ૫. નીતિન્યાયે પૈસો મેળવવો, તેથી જે મળે તેથી સંતોષ રાખવો. ૬. સૌની સાથે મૈત્રીભાવ રાખવો. મોટા સાથે, સારા ડાહ્યા કહેવાતા હોય તેની સાથે
સંબંઘ રાખવો. ૭. નબળા સાથે સંબંધ રાખવો નહીં. સંસારમાં પાપબંઘ કરાવે, ખોટી ગતિ કરાવે તેવાનો
પરિચય રાખવો નહીં. ૮. આપણું બૂરું કરે તેનું પણ બને તો ભલું કરવું કે ભલું ઇચ્છવું. કોઈ સાથે કુસંપ કરવો
નહીં. ૯. ગંભીરતાથી મોટું પેટ રાખવું. ખોટી વાત ભૂલી જવી. ૧૦. “પરમારથમાં પિંડ જ ગાળ' એટલે આત્માને અર્થે ભાવના કરવી. હાલતાં ચાલતાં, કામ
પ્રસંગમાં વર્તતાં પણ મનમાં સ્મરણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું કરવું, એટલે ક્ષણે
ક્ષણે તે મંત્ર સંભારવો, ભૂલવા જેવું નથી. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. મનુષ્યભવ દુર્લભ છે. આ મનમાં, ચિત્તમાં, સ્મૃતિમાં લાવવા જેવું છે. તમે સમજુ છો. કોઈને માટે આ નથી. આ ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org