________________
૧૩૬
ઉપદેશામૃત
અસારતા, અનિત્યતા અને અશરણતા મુમુક્ષુને પ્રત્યક્ષ અનુભવાય છે અને જ્ઞાનીનાં વચનો અત્યંત સાચાં લાગે છે. આ દેહાદિ પદાર્થોના સ્વરૂપનો જો જ્ઞાની પુરુષનાં વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે તો જરૂર તે પોતાનાં નથી એમ પ્રતીતિ થાય. પોતાનાં હોય તો જતાં કેમ રહે ? અનાદિકાળથી જીવનું પરિભ્રમણ થયું તે એના સંયોગથી, પોતાનાં નહીં તેને પોતાનાં માનવાથી જ થયું છે અને અત્યારે પણ એ જ દુઃખનું કારણ છે, એમ લાગ્યા વિના રહેશે નહીં. શાતા-અશાતા સ્વભાવ તો દેહના છે, તેને પોતાના માની આ જીવ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિનાં વિચારો અને ભાવના કરી આર્તધ્યાન કરી પોતાનું બૂરું કરવામાં બાકી રાખતો નથી. જ્ઞાનીઓએ તો બધાય સંયોગોને, દેહાદિ અને કુટુંબાદિ સર્વે સંસારસંબંધોને પર, પુદ્ગલના, કર્મરૂપ, અસાર, અધ્રુવ અને દુ:ખમય જ કહ્યા છે. જે જ્ઞાનીનો ભક્ત હોય તેને તો જ્ઞાનીનાં વચનો માન્ય જ હોવાં જોઈએ અને તેથી એને શાતા-અશાતા બન્ને સરખાં છે. અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં સંસાર-માયા પર૫દાર્થોના સંયોગસ્વરૂપનું પ્રતિબંઘ વગર સ્પષ્ટ દર્શન દે છે. તેથી તેના સ્વરૂપનો વિચાર જીવ સહેજે કરી શકે છે.
બધાય જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક આ સંસારને દુઃખમય જાણી તેથી નિવર્તવાનો જ માર્ગ ગ્રહણ કર્યો છે, તેને માટે અત્યંત પુરુષાર્થ કરી જય મેળવ્યો છે, અને એ જ બોધ કર્યો છે. ઘણા ભક્તોએ પણ સંસારનાં દુઃખ ભલે આવે કે જાય પણ પ્રભુનું વિસ્મરણ ન થાય એમ માગ્યું છે. શ્રી ઋભુરાજાએ તો ભગવાનનાં દર્શન થતાં એ જ માગણી કરી કે આ રાજ્યલક્ષ્મીનું મને ફરી સ્વપ્ન પણ દર્શન ન થાય. આ બધું સંસારની અસારતા સૂચવે છે, કે જે વિચારી જીવે તેથી ઉદાસીન થવા યોગ્ય છે.
મોટા મોટા પુરુષોએ પણ મહાન ઉપસર્ગ અને પરિષહના પ્રસંગે ચલિત ન થતાં, ખેદ ન પામતાં સમભાવને જ ધારણ કર્યો છે; સંસાર અસાર, પરરૂપ, પોતાના આત્મસ્વરૂપથી તદ્દન ભિન્ન છે એમ જાણી નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ સ્થિત થયા છે.
મઘાના મેહ સમાન બોધપ્રવાહ વહે છે પણ એમાંથી એકાદ લોટો ય પાણી પીધું નથી, ભરી પણ નથી રાખ્યું કે પિવાય. બધુંય પાણી ક્યારીમાં જવાને બદલે બહાર વહી ગયું. કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે, વારંવાર કહેવા છતાં, સમજાવ્યા છતાં પોતાની મતિ સમજણ આગ્રહ ના મૂકે એટલે અમારું કહેવું ગ્રહણ થતું નથી. અને પોતે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, પોતાની સમજણે ‘આ જ્ઞાની છે, એ જ્ઞાની છે' એમ માની જ્ઞાનીઓની, જ્ઞાનીઓના માર્ગની માન્યતા કરી લઈ વર્તે છે. તે વિપરીત સમજણથી, ‘હું જ્ઞાનીનો માર્ગ પામ્યો છું, હું જ્ઞાનીની સાચી ભક્તિ કરું છું, હું વ છું, કરું છું તે બરાબર છે' એમ કરી પોતાનામાં પણ એવી કંઈ માન્યતા કરી તે માન્યતાના આધારે બીજા જીવો પ્રત્યે પણ તે જ વાતનો ઉપદેશ થાય છે એ બધું અજ્ઞાન છે. અજ્ઞાન તે સંસાર રખડાવનાર છે. હજુ પણ મનુષ્યદેહ છે, સમજણ શક્તિ છે ત્યાં સુઘી અવસર છે. સાચી રીતે જ્ઞાનીનું કહેવું માની લેવાય તો આત્મહિત થાય.
અમારા હૃદયમાં માત્ર કૃપાળુદેવ જ છે, તેની જ રમણતા છે. અમારી તો એ જ શ્રદ્ધા અને લક્ષ છે. અમે તો અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો બતાવીએ છીએ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org