________________
૧૦૩
પત્રાવલિ-૧ ૧૫૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૧૭૩૪ આ કળિકાળમાં સારી સોબત, સત્સંગ, સપુરુષોનો યોગ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. મહા પુણ્યનો ઉદય હોય ત્યારે સત્પરુષનાં દર્શન કરવાનો, બોઘ સાંભળવાનો યોગ બને; ન્યાયનીતિ, સદાચાર પ્રમાણે વર્તે, સત્ય, સારાં, પ્રિય લાગે, સંપ વધે તેવા વચનો બોલે કે લખે; પોતાને સોપેલું કામ સારી રીતે કરે. મોટા માણસોનો વિનય, સેવા ચાકરી કરે, કોઈ માંદા વગેરે હોય તેને મદદ કરે, ભક્તિ ભજન માટે નિત્ય નિયમ રાખી ભક્તિ કરે, સ્મરણ કરે, નમસ્કાર કરે, દર્શન, સત્સંગ સમાગમની ભાવના કરે તેને પુણ્ય બંઘાય છે અને પુણ્યશાળી જીવો સુખી હોય છે તે આપણે જાણીએ છીએ.
“બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો:
તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એ ટળ્યો.” એમ પરમ કૃપાળુદેવે લખ્યું છે તે પ્રમાણે કેટલાં બધાં પુણ્ય એકઠાં થાય ત્યારે મનુષ્ય ભવ મળે છે ! તે સફળ થયો ક્યારે કહેવાય કે જ્યારે પ્રત્યક્ષ સત્ પુરુષની કૃપાથી તેનાં વચન પર વિશ્વાસ આવવાથી જીવ મોહનિદ્રા તજી જાગૃત થાય અને જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ તથા સર્વ દુઃખને દૂર કરે તેવું સમ્યત્વ એટલે આત્માની ઓળખાણ અને તેની શ્રદ્ધા અચળ થાય ત્યારે. સમકિત પામવું એ ભવમાં મોટામાં મોટો લાભ છે. સંસારી જીવો ઘન, સ્ત્રી, પુત્ર, ઘર, ખેતર, કપડાં, ઘરેણાંની ઇચ્છા કર્યા કરે છે. પરંતુ તે વસ્તુઓ પડી મૂકી સર્વને મરી જવાનું છે. આખરે કંઈ કામમાં આવતું નથી. માત્ર જીવે જો ઘર્મની ઓળખાણ કરી ઘર્મ આરાધ્યો હશે તો તે પરભવમાં સાથે જશે અને તેને સુખી કરશે. માટે સંસારના સુખની ઇચ્છા ન કરવી. પણ આત્માનું કલ્યાણ કેમ થાય તેની કાળજી રાખી, સત્સંગ સમાગમે જે કંઈ શિખામણ મળે તે હૃદયમાં કોતરી રાખી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે આ ભવમાં જન્મ થયો છે. મનુષ્ય દેહ, સારું કુળ, સત્સંગ વગેરેની જોગવાઈ મળી આવી છે તો તેનો સદુપયોગ કરી આત્મહિત ઉતાવળે સાથી લેવું. આવો અવસર ફરી ફરી મળવો દુર્લભ છે. ક્ષણ લાખેણી જાય છે. વખત જાય છે તે પાછો આવતો નથી, માટે નકામો વખત ગુમાવવો નહીં. ભક્તિ, સ્મરણ, વાંચનમાં નવરાશનો વખત ગાળવો અને ઘર્મ માટે સવાર સાંજ વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, વગેરે જે કરવાનું કહ્યું હોય તે ચૂકવું નહીં. આલોચના, સામાયિક પાઠ રોજ વાંચવાનો અવકાશ મળે તો વાંચી જવા. હે ભાઈ ! આ જીવને વીલો મેલવા જેવું નથી. સંસારના કામકાજમાં પ્રયોજન જેટલું, જરૂર જેટલું વહેવારે પ્રવર્તન કરવાનો ટાઇમ હોય છે તે સિવાયનો કાળ બીજી રમતગમત પ્રતિકૂળ એશઆરામમાં જવા ન દેવો. કંઈ ઘર્મપુસ્તક વાંચવાનું નિમિત્ત રાખવું. જીવે કાળજી રાખવી. વિનય એ મોટી વસ્તુ છે.
બહ ચેતવા જેવું છે. તમને કઈ શિખામણ જણાવી છે તે પુણ્ય બંધાવા અને પાપથી છૂટવા માટે કર્તવ્ય છે. હિમ્મત હારવી નહીં. જેમ બનવાનું હશે તેમ બનશે. બધાને હિમ્મત આપશો, ગભરાશો નહીં. સંપ રાખી ધીરજથી કામ લેશો તો તમે સુખી થશો. પેટ મોટું –ગંભીરતા રાખતાં શીખશો. જેમ બને તેમ તમારા મોટા ભાઈ છે તેમને હિત, શિખામણ, તમારા ઉપર પ્રેમ થાય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org