________________
૧૦૨
ઉપદેશામૃત
૧૫૬
આપે ‘આત્મસિદ્ધિ’ મુખપાઠે કરી છે તેમાં ચૌદ પૂર્વનો સાર આવી જાય છે. તેમાં કોઈને વિષમ લાગે તેવું નથી. સૌની સાથે શાંતભાવે હળીમળીને રહેવું. શ્રી આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે. તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનનારને વિચારવા યોગ્ય છે. આપણે પણ આત્મા ઓળખવો હોય તો તેનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ચૌદ પૂર્વનો સાર તેમાં છે. આપણને આપણી યોગ્યતા પ્રમાણે વિચારવાથી ઘણો લાભ થાય તેવું છે. એમાં જે ગહન મર્મ ભર્યો છે તે તો જ્ઞાનીગમ્ય છે, કોઈ સત્પુરુષના સમાગમે સાંભળીને માન્ય કરવા યોગ્ય છે. પણ જેટલો અર્થ આપણને સમજાય તેટલો સમજવા પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે ગમે તે ધર્મ માનનાર હોય તેની સાથે આત્મસિદ્ધિ વિષે વાત થાય અને તે સાંભળે તો તેને રુચે તેમ છે. આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે. તેથી વધારે હું જાણું છું એમ કહેનાર કંઈ જાણતો નથી, તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. શ્રી આત્મસિદ્ધિને યથાર્થ સમજનાર તો કોઈ વિરલા જ્ઞાનીપુરુષ છે. પણ ગુજરાતી ભાષામાં હોવાથી નાનાં બાળક, ઔ, વિદ્વાન ગમે તે વાંચી શકે, મોઢે કરી શકે, રોજ બોલી શકે અને યથાશક્તિ સમજી શકે એમ છે. અને ન સમજે તો પણ તે જ્ઞાનીપુરુષના શબ્દો કાનમાં પડે તો પણ જીવ પુણ્ય બાંધે એવો એનો પ્રભાવ છે. માટે બીજી વાતોમાં ખોટી ન થતાં ઘેર, બહાર, કામ ઉપર કે નવરાશમાં જ્યાં હોઈએ ત્યાં આત્મસિદ્ધિની કોઈ કોઈ ગાથા બોલતા રહેવાની ટેવ રાખી હોય તો તેનો વિચાર કરવાનો પ્રસંગ આવે અને વિશેષ સમજાતું જાય. તથા આત્માનું માહાત્મ્ય પ્રગટ થાય. બીજું કંઈ ન બને તો આત્મસિદ્ધિની ગાથાઓમાં મનને રોકવું એ હિતકારી છે. થાકી ન જવું; સો વાર, હજાર વાર એકની એક ગાથા બોલાય તો પણ હરકત નહીં, લાખ વાર બોલાય તો ય ઓછી છે. તેમાં કહેલો આત્મા માટે માન્ય છે, જ્ઞાની પુરુષે તેમાં આત્મા પ્રગટ જણાવ્યો છે એવી શ્રદ્ધા રાખી કેડ બાંધીને પુરુષાર્થ કર્તવ્ય છે. વધારે શું લખવું ? પુરુષાર્થ કર્યા વિના કંઈ બનતું નથી. માટે કંટાળવું નહીં. ભૂલ્યા ત્યાંથી ફેર ગણો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ અષાડ સુદ ૭, ૧૯૯૦, તા. ૮૭–૩૪
૧૫૭
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ અષાડ સુદ ૧૪, બુધ, ૧૯૯૦ તા. ૧૫-૭–૩૪
કાળનો ભરૂંસો નથી, લીધો કે લેશે થઈ રહ્યું છે. જગત પંખીના મેળા જેવું છે, મેમાન જેવું— સ્વપ્ન જેવું છે. તીર્થંકરના વચન એવાં છે : આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે. તે યથાતથ્ય છે. સમતા અને ધીરજ કર્તવ્ય છે. એ જ એક ભાવ-વૃષ્ટિ કરવાની છે. જેવું સુખ-દુઃખ બાંધ્યું હશે તેવું ભોગવાશે. તેમાં કોઈનું ચાલે તેમ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org