________________
પત્રાવલિ-૧
૧૦૧ ભાઈ મંગળભાઈનાં ઘર્મપત્ની પવિત્ર બેનનો નાની ઉમરે દેહત્યાગ થયો તે સાંભળી અલ્પ પરિચયવાળાને પણ ખેદ થાય તેવું બન્યું છે; તો નિકટના સંબંધીઓને ખેદ વિશેષ થવા સંભવ છે. પરંતુ એ કોઈના હાથમાં નથી. કહ્યું છે કે
“કોઉ ન શરણ મરણદિન દુઃખ ચહું ગતિ ભર્યો,
સુખદુઃખ એક હિ ભોગત જીય વિધિવશ પર્યો.” પરંતુ તે ખેદને વિસર્જન કરીને એમ વિચારવું ઘટે છે કે મનુષ્યપણાનું આયુષ્ય વધારે હોત તે ઘર્મ-આરાઘન વિશેષ કરી શકત. આ મનુષ્યપણાનું કંઈ મૂલ્ય થઈ શકે તેમ નથી, અમૂલ્ય છે. મનુષ્યપણામાં ઘર્મ નીપજે છે. મનુષ્યભવ ભગવાને દુર્લભ કહ્યો છે. તેમાં ઉત્તમ કુળમાં જન્મ પામી, પુણ્યવંતને ઘેર જોગ મળેલ, સત્સંગ થઈ શકે તેવી નિકટતા છતાં તેવો સંબંધ છૂટ્યાથી ખેદ થવો ઘટે છે. અનાદિકાળથી આ જીવ સમકિત પામ્યો નથી. તો સત્સંગના યોગે “સતની વાત સાંભળી જીવને શ્રદ્ધા થાય છે; તે વિષેનો લાભ પ્રાયે મનુષ્યભવ વગર મળે નહીં તે ખેદ કર્તવ્ય છે. બાકી તો સંસાર અસાર છે. આ દેહના પર્યાય છે તે જે દી તે દી છૂટશે જ, પણ તેમાં ઘર્મ થાય છે તે સાર છે.
આપ પ્રજ્ઞાવંત સમજુ છો, ડાહ્યા છો, સપુરુષના આશ્રિત છો તેથી સર્વને સાંત્વન, દિલાસો આપો તેવા છો. તેથી વિશેષ કંઈ લખવાની જરૂર નથી. તેમજ મંગળભાઈ પ્રત્યે જણાવશો કે કંઈ ખેદ કર્તવ્ય નથી, “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” માત્ર જીવ મનુષ્યભવ પામીને સમ્યક્ શ્રદ્ધાને પામે તો જપતપ આદિકથી અધિક–બધુંય થયું જાણવું. સાર ઘર્મ, સમ્યક શ્રદ્ધા દુર્લભ છે. માટે આપ સમજુ છો, વિચક્ષણ છો. મનુષ્ય ભવ પામી ચેતી જવા જેવું છે. કાળનો ભરોસો નથી, કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીઘો કે લેશે થઈ રહ્યું છે. જીવને ફરી ફરી આ જોગ મળવો દુર્લભ છે–મેમાન છે, પરોણો છે એમ જાણી દિન દિન પ્રત્યે ઘર્મઆરાઘન કર્તવ્ય છે. પાંચ-દશ મિનિટ કે પા કલાક દિન પ્રત્યે ટેક રાખી સ્મરણભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે. રુક્મિણીબાને પણ જણાવશો કે સંસારમાં મનુષ્ય ભવ પામીને ચેતવા જેવું છે. સર્વ પ્રાણી માત્રને મરણ આવવાનું જ છે માટે દિલગીરી કે ગભરાવું નહીં કરતાં જેમ બને તેમ ભક્તિસ્મરણનો લક્ષ રાખશો. એક ઘર્મ સાર છે.
૧૫૫
સં. ૧૯૯૦ સહજાત્મસ્વરૂપ શુદ્ધચેતન્યસ્વામીને નમસ્કાર હો ! સર્વજ્ઞદેવ, નમસ્કાર હો ! પરમગુરુ, નમસ્કાર હો !
સમય સમય આ જીવ મરી રહ્યો છે, શુભાશુભ પુદ્ગલને ફરસ્યાં છે. જ્ઞાની સમભાવમાં છે. દેહ છૂટવા વિષે ભય કર્તવ્ય નથી, હરખવિખવાદ ઘટે નહીં. અશુભ શુભાદિ મિથ્યા માઠાં મનનાં પરિણામ તે જ હાનિ અને તે જ મરણ છે. આત્મા સર્વ શાતા-અશાતાનો દ્રષ્ટા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org