________________
[૫] તેથી સર્વેને, ખાસ કરીને હરખચંદજી ગુરુને શ્રી લલ્લુજીનાં મંગલ પગલાંનો પ્રભાવ સમજાવા લાગ્યો. શ્રી દેવકરણજી અને શ્રી લલ્લુજી સાધુ સમાચારી, શાસ્ત્રો, સ્તવન, સજ્ઝાયાદિ ભણી કુશળ થયા. તેમાં શ્રી દેવકરણજી વ્યાખ્યાનમાં બહુ કુશળ હોવાથી વિશેષ લોકપ્રિય થઈ પડ્યા. પરંતુ સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવને લઈને શ્રી લલ્લુજીએ ગુરુથી માંડી સર્વ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના હૃદયમાં અભીષ્ટ પદ પ્રાપ્ત કર્યું હતું. સૌના હૃદયમાં એમ લાગતું કે જતે દિવસે ગુરુની ગાદી શોભાવનાર શ્રી લલ્લુજીસ્વામી છે. દીક્ષા લીધા પછી પાંચ વર્ષ સુધી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા હતા એટલે કે એક દિવસ આહાર કરવો અને એક દિવસ ઉપવાસ કરવો. કઠોરમાં ચોમાસું હતા ત્યારે સાથે લગા સત્તર દિવસના ઉપવાસ કર્યા હતા. આમ બાહ્ય તપ સાથે કાયોત્સર્ગ ઘ્યાન આદિ પણ ગુરુ સાથે કરતા. રાત્રે હરખચંદજી ગુરુ એક બે કલાક ‘નમ્રુત્યુણં’નો કાઉસગ્ગ કરતા તેમની સાથે શ્રી લલ્લુજી પણ કાયોત્સર્ગ કરતા. પરંતુ કામવાસના નિર્મૂળ થઈ નહીં તેથી તે ગુરુને વારંવાર પૂછતા. તો ગુરુ એવી ક્રિયા જપ તપ બતાવતા અને તે કર્યે જતા. પણ પોતાને વિકારવૃત્તિ દૂર ન થાય ત્યાં સુધી સંતોષ તે ક્રિયાથી થતો નહીં. પોતે ઘણી વખત કહેતા કે અપાસરાને ઓટલે બેસી સ્તવન સજ્ઝાયો ગાતા અને મનમાં લોકોને સંભળાવવાનો ભાવ રહેતો, પણ તે કાળમાં અંતવૃત્તિની સમજ નહોતી.
સં. ૧૯૪૬ માં ખંભાત સ્થાનકવાસી સંઘના સંઘવી લાલચંદ વખતચંદ વકીલના દત્તક પુત્ર અંબાલાલભાઈ તથા માણેકચંદ ફતેચંદના દીકરા ત્રિભોવનભાઈ અમદાવાદ છગનલાલ બેચરદાસના કુટુંબમાં લગ્નપ્રસંગે ગયા હતા. ત્યાં તેમને શ્રી જૂઠાભાઈ ઉજમશીભાઈનો સમાગમ થયો. તેમના સંગે તેમને શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાની પુરુષ છે અને તેમના બોધથી કલ્યાણ થાય એમ સમજાયું. શ્રી જૂઠાભાઈ ઉપર શ્રીમદ્ રાજચંદ્રે લખેલા પત્રોની નકલ તેમણે કરી લીધી અને ખંભાત પધારવા શ્રીમદ્ રાજચંદ્રને અનેક પત્રો લખ્યા; પણ કંઈ ઉત્તર મળ્યો નહીં ત્યારે પોતે તેમને ત્યાં જવાના ભાવ જણાવી છેલ્લો પત્ર લખ્યો. તેનો ઉત્તર મળ્યો કે થોડા દિવસમાં પોતે ખંભાત પધારશે.
એક દિવસે શ્રી લલ્લુજી, દામોદરભાઈ નામના પાટીદાર સાથે શ્રી ભગવતીસૂત્રનાં પાન નીચે વાંચતા હતા. અપાસરાને મેડે હરખચંદજી મહારાજ તે જ સૂત્રનું વ્યાખ્યાન કરતા હતા. ભવસ્થિતિ પરિપક્વ થયા વિના કોઈનો મોક્ષ ન થાય એ વિષે શ્રી ભગવતીસૂત્રમાં અધિકાર આવેલો તે વિષે શ્રી લલ્લુજી દામોદરભાઈને પૂછતા હતા કે ભવસ્થિતિ પરિપક્વ થયે મોક્ષ થતો હોય તો પછી સાધુપણું, કાયક્લેશાદિ ક્રિયાઓ કરવાની શી જરૂર છે ? એવામાં અંબાલાલ આદિ બે ત્રણ જુવાનીઆ કંઈક વાંચતાં દૂર જણાયા. તેમને શ્રી લલ્લુજીએ કહ્યું, “વ્યાખ્યાનમાં કેમ જતા નથી ? ઉપર જાઓ કે અહીં આવીને બેસો.'' ઉપર જવાને બદલે તેમની પાસે આવીને તે બેઠા અને ઉપરનો પ્રશ્ન થોડો ચર્ચાયો, પણ સંતોષકારક ઉત્તર ન મળ્યો. પછી હરખચંદજી મહારાજને પૂછવા ઉપર મુલતવી રાખ્યું. ભાઈ અંબાલાલ બોલ્યા કે આવા પ્રશ્નો તો શું, પણ અનેક આગમો જેને હસ્તામલકવત્ એવા પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર છે. તેમના પત્રો અમે વાંચતા હતા. તે અહીં ખંભાતમાં પધારવાના છે. આ વાત સાંભળીને તથા પત્રો વાંચીને શ્રી લલ્લુજીને શ્રીમદ્ રાજચંદ્રનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org