________________
[૪] વિચારી, ઉપાશ્રયમાં સામાયિક કરવા રોજ બન્ને જતા તે વખતે દેવકરણજીને તેમણે પૂછ્યું કે હું સાધુ થાઉં તો તું મારો ચેલો થાય ? દેવકરણજીને લાગ્યું કે આવા સુખી કુટુંબનો અને એકનો એક દીકરો સંસારત્યાગ કરે એ બનવા યોગ્ય જ નથી, એમ માની કહ્યું કે હા, તમે સંસારત્યાગ કરો તો હું પણ તમારી સાથે ત્યાગી થઈ તમારો શિષ્ય બનું. દેવકરણજીને માથે દેવું હતું તે પતાવી દેવાની પોતે કબૂલાત કરી એટલે દેવકરણજીને સાચું લાગ્યું અને સાથે આનંદ પણ થયો.
વટામણ ગામમાં એક ઠાકર દવાનાં પડીકાં વેચતો હતો તેને ત્યાંથી કસલીબા થોડાં પડીકાં લાવ્યાં અને પુત્રને ખવરાવ્યાં. તેથી ઝાડા થઈ ગયા અને રોગ ઉપશમી ગયો. સર્વને આનંદ થયો. પણ લલ્લુભાઈ અને દેવકરણજીએ જે ગુણ વિચાર કરી રાખ્યો હતો તે હવે પાર પાડવા તેમણે ખંભાતવાળા ગુરુ હરખચંદજી પાસે જવા ઠરાવ કર્યો. તે વખતે તે સુરતમાં હતા. ત્યાં જવું ખરું, પણ છાનામાના જવું એવો વિચાર કરી સગાને ત્યાં જવાને બહાને તે સાયલા (કાઠિયાવાડમાં) ગયા. ત્યાં બે ચાર દિવસ રહી વઢવાણ કેમ્પથી ગાડીમાં બેસી સુરત ગયા. ગુરુને વંદન કરી બન્નેએ દીક્ષા લેવાના ભાવ દર્શાવ્યા. માબાપની રજા મળ્યા વિના દીક્ષા આપવાની તેમણે ના પાડી. દીક્ષાની વાત માતાને કાને આવી કે તે શંકર નામના મુનીમને સાથે લઈ રોતાં-કકળતાં સુરત ગયાં અને બે વર્ષ સંસારમાં હજી રહે અને પછી જો વૈરાગ્ય ઊપજે તો પોતે રોકશે નહીં એમ ગુરુની સાક્ષીએ માતાજીએ જણાવ્યું. કોઈ ઉપાય રહ્યો નહીં તેથી લલ્લુભાઈ માતાજી આદિ સાથે ઘેર આવ્યા અને ઘર્મધ્યાનમાં ઘણોખરો વખત ગાળવા લાગ્યા. સંસાર છોડવો જ છે એમ વૃઢ નિશ્ચય થયા પછી તેમાં પરવશપણે પ્રવર્તવાનું બે વર્ષ સુધી બન્યું.
સં. ૧૯૪૦ માં નાથીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ મોહન રાખવામાં આવ્યું. સર્વત્ર આનંદ ફેલાયો. પરંતુ આ વખતે લલ્લુભાઈ અને દેવકરણજીને દીક્ષા સંબંધીના વિચારતરંગો ઊઠ્યા. સવા માસનો પુત્ર થયો તેટલામાં તો બન્ને ગોઘરામાં ગુરુને વાંદવા ગયા, અને દીક્ષા આપવા વિનંતિ કરી. ગુરુએ વૈરાગ્ય વધે તેવો ઉપદેશ આપ્યો. પણ માતાજીની આજ્ઞા સિવાય દીક્ષા આપવાની ના કહી. તેથી લલ્લુજીએ વટામણ પઘારવા ગુરુને વિનંતિ કરી. તે તેમણે સ્વીકારી અને થોડા દિવસમાં વિહાર કરી વટામણ એક માસ સ્થિરતા કરી. માતાજીને પણ વૈરાગ્યનો બોઘ સાંભળવાનો, ગુરુસેવાનો લાભ મળ્યો, અને તેમની સંમતિથી સં. ૧૯૪૦ ના જેઠ વદ ત્રીજને દિવસે મંગળવારે ખંભાતમાં બન્નેને દીક્ષા આપવાનું નક્કી ઠર્યું. પછી ગુરુ હરખચંદજી ખંભાત પઘાર્યા અને તે શુભ મુહૂર્ત માતાજી આદિ સંઘ સમક્ષ બન્નેને દીક્ષા આપી અને દેવકરણજી સ્વામીને શ્રી લલ્લુજીસ્વામીના ચેલા સ્થાપ્યા.
શ્રી લલ્લુજીએ દીક્ષા લીઘા પહેલાં એ ખંભાત સ્થાનકવાસી સંપ્રદાયમાં બહુ થોડા સાથુ રહ્યા હતા. પણ તેમની સાથે તથા પછીથી દીક્ષા લેનારની સંખ્યા વધતાં થોડા વખતમાં ચૌદ સાધુ થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org