________________
ઘડો પોતાને માથે ભગભગાવ્યો. મોક્ષ કોઈ ઉત્તમ વસ્તુ છે અને તે મેળવવાનું કોઈ સાધન હોય તો કરવું એવી પૂર્વે સેવેલ ભાવનાના આ સંસ્કારો નાનપણમાં પણ જણાઈ આવે છે.
ગામના લોકોમાં તેમની આબરૂ સારી. તેથી ઘણા ગરાસીઆ, પટલીઆ, રબારી તેમ જ બ્રાહ્મણ, વાણિયા સર્વે સાથે પ્રસંગ પડતાં, ઉચિત વ્યવહાર અનુસાર વર્તી સર્વની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કુશળતા નાની ઉમ્મરથી તેમણે પ્રાપ્ત કરી હતી. - પુખ્ત ઉમ્મરે તેમનાં લગ્ન થયાં. સગર્ભાવસ્થામાં ઘણાં જામફળ ખાવાથી પત્નીનું શરીર ફૂલી ગયું અને તે બાઈનો દેહ છૂટી ગયો. વરતેજ ગામના ભાવસારની પુત્રી નાથીબાઈ સાથે તેમનાં બીજી વખતનાં લગ્ન થયાં હતાં. આમ સાંસારિક સુખમાં સત્તાવીસ વર્ષ સુધીની ઉમ્મર વ્યતીત થઈ. ઉદાર વૃત્તિ હોવાથી તેમની પાસેથી નાણાં લેવા ઘણા આવતા અને મોટે ભાગે તે કાળના ગામડાંના લોકોની પ્રામાણિકતા અને સરળતા પ્રમાણે પાછાં નાણાં વ્યાજસહિત ભરી પણ જતા કે અનાજ, ગોળ વગેરે વસ્તુઓ આપી દેવું પતાવી જતા. પરંતુ ઉઘરાણી કરીને, લોકોને આકરા શબ્દોથી સતાવીને પૈસા માટે કોઈની સાથે વેર બાંઘવું, કે સરકારમાં ફરિયાદ કરવી, જતી કરી પૈસા વસૂલ કરવા ઇત્યાદિ ઉગ્ર ઉપાયો આ યુવાનનું હૃદય કંપાવી નાખતા. કેટલીક આસામીઓ તેવા ઉપાયો સિવાય વશ થાય તેવી ન હોય તેમને ગામના બીજા ગૃહસ્થો દ્વારા શરમાવી, સમજાવીને તે કામ કાઢી લેતા. છતાં લાંબી ઘીરઘાર થઈ જવાથી અને લોકોની વૃત્તિઓ ફરતી જતી હોવાથી પૈસા આપીને વેર વઘારવા જેવા ઘીરઘારના ઘંઘાથી તે કંટાળી ગયા હતા.
સં. ૧૯૩૭માં તેમને પીપાંડુ નામનો રોગ થયો. અનેક પ્રકારના ઉપચારો કરવા છતાં તે વ્યાધિ વધતી ગઈ. બાર માસમાં તો શરીર બહુ ક્ષીણ થઈ ગયું. એક વૈદ્ય પર્પટી માત્રા ખવરાવી હતી અને કહ્યું હતું કે આયુષ્ય હશે અને બચશે તો શરીરનો બાંધો બહુ મજબૂત બનશે. તેથી પણ તે વ્યાધિ અટકી નહીં. ઘોળકામાં એક પ્રખ્યાત વૈદ્ય હતો. તેના વિષે એમ લોકવાયકા ફેલાયેલી કે જે બચવાનો હોય તેની જ દવા તે કરે છે. તેથી તેને શરીર બતાવવા પોતે ઘોળકા ગયા. વૈદ્ય શરીર જોઈને દવા કરવાનું કબૂલ ન કર્યું. એટલે તેમને ચોક્કસ લાગ્યું કે હવે શરીર ટકશે નહીં. તેથી ઘોળકાથી પતાસાં લઈ વટામણ આવ્યા. અને ગામમાંથી જે ખબર જોવા આવે તેમને પાંચ પાંચ પતાસાં આપી તેમના પ્રત્યે પોતાના થયેલા દોષોની છેલ્લી માફી, ખમતખામણાં કરવા લાગ્યાં. ગામપરગામમાં સર્વ ઓળખીતાં સગાંવહાલાંને ખમીખમાવી તેમણે વિચાર્યું કે જેમ ગરીબ ભાઈભાંડુઓ મજૂરી કરીને દિવસ કાઢે છે તે જ જાતનું આ કુટુંબ છે. માત્ર પૂર્વે કંઈ ઘર્મની આરાધના કરી હશે તેના ફળરૂપે ઘન, વૈભવ, આબરૂ આ કુટુંબમાં વિશેષ દેખાય છે. પરંતુ પૂર્વની કમાણી તો ખર્ચાઈ જશે. ભવિષ્યમાં સુખની ઇચ્છા હોય તો આ ભવમાં ઘર્મની આરાધના કરી લેવા યોગ્ય છે. તે વિચારે આખરે એવું સ્વરૂપ લીધું કે જો આ રોગ મટી જાય તો સંસારનો ત્યાગ કરી સાધુ થવું. તેમની વ્યવહાર-કુશળ બુદ્ધિએ સુઝાડ્યું કે સાદું થવું હોય તો સાથે કોઈ ઉપદેશવ્યાખ્યાન પ્રવૃત્તિ કરે તેવો સાધુ પણ જોઈએ. તેથી પોતાના ગામના અને ઘરપડોશી મિત્ર જેવા દેવકરણજી કરીને ભાવસાર તીક્ષ્ણ બુદ્ધિના હતા તે પણ સાથે સાઘુ થાય તો બહુ સારું એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org