________________
સમાગમ કરવાની તીવ્ર ભાવના જાગી. તે પધારે ત્યારે જરૂર ઉપાશ્રયમાં તેમને તેડી લાવજો એમ વિનંતિ પણ કરી.
સં. ૧૯૪૬ના ચોમાસામાં દિવાળીના દિવસોમાં શ્રીમદ્ રાજચંદ્ર ખંભાત પધાર્યા અને અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી ઉપાશ્રયમાં પણ ગયા. હરખચંદજી મહારાજે શતાવધાનની વાત સાંભળેલી તે કરી બતાવવા માટે વિનંતિ કરી. પણ પોતે તે પ્રયોગો જાહેરમાં કરવાનો વિચાર માંડી વાળ્યો હતો; તો પણ સર્વના આગ્રહને લઈને તથા હિતનું કારણ દેખી થોડા પ્રયોગો ઉપાશ્રયમાં કરી દેખાડ્યા. પછી હરખચંદજી મહારાજ સાથે થોડી શાસ્ત્ર સંબંધી જ્ઞાનવાર્તા થઈ તે ઉપરથી તેમણે સર્વની સમક્ષ શ્રીમદ્ભા બહુ વખાણ કર્યા. એટલે શ્રી લલ્લુજીએ તેમની પાસેથી શાસ્ત્રનો મર્મ સમજવા ગુરુ પાસે આજ્ઞા માગી અને તેમણે આપી. પછી શ્રી લલ્લુજીએ ઉપાશ્રયને મેડે પધારવા વિનંતિ કરી. શ્રીમદ્ ઉપર ગયા. શ્રીમનો ગૃહસ્થ વેશ અને પોતાનો મુનિવેશ હોવા છતાં પોતાને તેમનાથી લઘુ માની ત્રણ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર શ્રી લલ્લુજીએ કર્યા. પછી શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછ્યું : “તમારી શી ઇચ્છા છે ?” શ્રી લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું, “સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દૃઢતાની મારી માગણી છે.” શ્રીમદ્ થોડી વાર મૌન રહ્યા અને કહ્યું “ઠીક છે.” વળી શ્રી લલ્લુજી સ્વામીના જમણા પગનો અંગૂઠો પકડી શ્રીમદે તપાસી જોયો. પછી નીચે ગયા અને શ્રી અંબાલાલને રસ્તામાં જણાવ્યું કે શ્રી લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે.
બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી શ્રીમદ્ભા સમાગમ માટે ગયા. ત્યાં એકાંતમાં શ્રીમદે તેમને પૂછ્યું,“તમે અમને કેમ માન આપો છો ?” શ્રી લલ્લુજીસ્વામીએ કહ્યું, “આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે; જાણે અમારા પૂર્વ ભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે; કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતાં જ એવી નિર્ભયતા આત્મામાં આવે છે.”
શ્રીમદે ફરી પૂછ્યું, “તમે અમને શાથી ઓળખ્યા ? ” | શ્રી લલ્લુજીએ કહ્યું, “અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંઘી જાણવામાં આવ્યું. અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો.” શ્રીમદે “સૂયગડાંગ” સૂત્રમાંથી થોડું વિવેચન કર્યું, સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા વગેરે વિષે બોઘ કર્યો. શ્રી લલ્લુજી સ્વામી દરરોજ શ્રીમન્ની પાસે સત્સંગ અર્થે સાતેય દિવસ તે ખંભાતમાં રહ્યા ત્યાં સુધી આવતા.
એક દિવસે શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમને કહ્યું, “હું બ્રહ્મચર્યની દ્રઢતા માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું અને કાયોત્સર્ગ ધ્યાન કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.”
શ્રીમદે કહ્યું, “લોક દ્રષ્ટિએ કરવું નહીં, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદનો ત્યાગ થાય, તેમજ ઊણોદરી તપ (પૂરું ઘરાઈને ન ખાવું) થાય તેમ આહાર કરવો, સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને આપી દેવું.” | શ્રી લલ્લુજી સ્વામીએ ફરી કહ્યું “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે એમ જોઉં છું, એમ અભ્યાસ કરું છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org