________________
પત્રાવલિ–૧
૯૯ ૧૫૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ
તા. ૮-૫-૩૪ “પ્રભુપદ વૃઢ મન રાખીને, કરવો સી વે'વાર;
વિરતિ વિવેક વઘારીને, તરવો આ સંસાર.” મીઠાં વચનથી સંપ વધે અને પુણ્ય બંઘાય. માટે સમજુ માણસે પોતાની સ્થિતિનો વિચાર કરી સર્વને પ્રિય લાગે તેવાં વચન બોલવાની ટેવ પાડવી તથા આળસ તજી ઉદ્યોગમાં વઘારે પ્રવર્તવું.
નાનપણમાં કામ શીખવાની આવડત લાવે, ઉપયોગી બાબતોમાં વખત ગાળવાની કાળજી રાખે, તે આગળ જતાં મોટાં કામ કરી શકે તેવો હોંશિયાર બને છે. પણ જો નાનપણથી મોજશોખની અને આળસુ બની ગપ્પાં મારવાની ટેવ પડે કે ગંજીફા જેવી રમતો, નાટક, સિનેમા, સરકસ કે જુગાર વગેરેની લતે ચડી જાય તો તેનાથી કંઈ મોટું કામ કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. ઊલટો ઉડાઉ બની દુઃખમાં જુવાનીને વખત ગુમાવે છે; અને વૃદ્ધાવસ્થામાં ગરીબાઈ અને રોગના દુઃખથી બેવડો દુઃખી થાય છે તથા પરભવમાં અધોગતિએ જાય છે. જેને જેવો સંગ, રંગ તેવો પણ બેસે', એમ કહ્યું છે, તેથી જેની સોબતે આપણે સારા બનીએ એટલે કામગરા, ભક્તિવાળા બનીએ તેની સોબત વઘારે રાખવી; પણ જેની સોબતે ચા પીવાની, દારૂ પીવાની, તોફાન કરવાની, નાટક જોવાની, જુગાર રમવાની, અવિવેકી વર્તન કરાવે તેવા વચન બોલવાની, ગમે ત્યાં હરવા ફરવાની, વિષય-વિકાર, ગાનતાનથી લહેર કરવાની ટેવ પડે તેવી સોબત દૂરથી તજી દેવી, ગમે તેટલી સારી લાગતી હોય તોપણ તેવી સોબત ઝેર જેવી જાણી તેથી દૂર રહેવું. જેમની સોબત કરવાથી આપણને આગળ વધવાનું મળે, આપણે સાચું બોલનારા થઈએ, ન્યાયનીતિ શીખીએ, આપણી આબરૂ વધે, વિચાર કરતાં આવડે, હિમ્મત આવે, સગુણ વધે અને શિખામણ મળે તેવાની સોબત શોધવી. એવા સારા માણસો, મોટા માણસોની સોબતથી ઘણો લાભ છે. પણ હલકા માણસો ઊલટા આપણને વગોવે અને તેમના સંગે ખોટી ટેવો પડે. માટે પરદેશમાં રહેનારે સારી સોબત માટે બહુ કાળજી રાખવી. સારા સોબતી ન મળે તો “ભાવનાબોઘ” કે “મોક્ષમાળા' જેવાં પુસ્તકો વાંચવાની ટેવ રાખવી. બીજાને પણ સાંભળવું હોય તો સાંભળે, બીજાને આપણો રંગ લાગે તેમ વર્તવું પણ બીજાના છંદમાં તણાઈ ન જવું. મીઠાશ અને નમ્રતાવાળાં વચનો બોલવાં, સાદો અને સ્વચ્છ પોષાક રાખવો તથા કોઈનો પણ ફેરો ખાવો, સેવાચાકરી કરવી. કોઈનું ભૂંડું ન ઇચ્છવું, છળકપટ કે ચોરી ન કરવી. આળસુ અને ઉડાઉ ન થવું. કોઈ કડવું વચન કહે તો સહન કરવું. સારી શિખામણ કોઈ દે તો માન્ય કરવી. ઘર્મ સમજવાની ભાવના રાખવી. સત્સંગ કરવો અને કુસંગ તજવો.
આ સુખી અને સારા થવાની શિખામણ લક્ષમાં રાખી તે પ્રમાણે વર્તવાની ટેવ પાડવા યોગ્ય છે. તમે મુમુક્ષુ છો તેથી બન્નેને સમજવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય આ શિખામણ લખી છે તે બન્ને મળીને વાંચશો. આ પત્ર તમે વાંચજો, નાખી ન દેશો. શિખામણની વાત છે.
જેમ બને તેમ સંપ કરવો. લીંબુના પાણીની ગોડે (પેઠે) સર્વની સાથે મળી જવું. મૈત્રી ભાવના, કારુણ્ય ભાવના, પ્રમોદ ભાવના અને માધ્યસ્થ ભાવના એવી ચાર ભાવનાઓ છે તે વાંચવી. ‘વિનય વેરીને વશ કરે છે માટે સૌનો વિનય કરી છૂટવું, એ અભ્યાસ પાડવો. જેમ બને તેમ કોઈનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org