________________
૯૮
ઉપદેશામૃત લાગ્યું હોય તો તેવી ભૂલ ફરી ન થવા દે અને જેને ખોટું લાગ્યું હોય તેને રાજી કરે. તે બધાં આપણને રાજી રાખી વર્તવાનું કરે તો તેથી આપણે ફુલાઈ જવું નહીં, પણ આપણા દોષો હોય તે દૂર કરવા તરફ લક્ષ રાખવો. સર્વની પ્રકૃતિ સરખી હોતી નથી તેથી ડાહ્યા માણસે સર્વની પ્રકૃતિ જાણી કુટુંબમાં ક્લેશ ન થાય તેમ પ્રવર્તવું અને ક્લેશનાં કારણ હોય તે દૂર કરી દે તે ડાહ્યો ગણાય. પોતાના દોષની માફી માગી સર્વને સારા કહી કંકાસ મટાડે તે કુશળ કહેવાય. સંસારના ભોગ બધા દુઃખનું કારણ છે અને જીભ છે તે વેરણ જેવી છે, તેને વશ કરે તે સુખી થાય છે. સર્વને નમીને ચાલે તેના ઉપર સર્વની પ્રીતિ રહે છે. “નમ્યો તે પરમેશ્વરને ગમ્યો' એમ કહેવાય છે. માટે નમનતા બહુ રાખવી અને “તમે ડાહ્યા, તમે મોટા; હું તો છોકરું છું, મારા વાંક સામું ન જોશો, આપ કહેશો તેમ હું કરીશ.” એમ કહીને સર્વની સાથે હળીમળીને રહેવાથી પુણ્ય વધે છે અને જીવનું હિત થાય છે. કોઈના ઉપર દ્વેષ ન રાખવો. બીજાનું ભૂંડું ઇચ્છીએ તો આપણું જ ભૂંડું થાય. માટે સર્વને સારું લાગે તેવું બોલવું તેમજ વર્તન રાખવું. માયાકપટ ન રાખવું. નિખાલસ દિલથી સર્વનું સારું થાય તેમ વર્તવાથી આપણું જ સારું થાય. પ્રારબ્ધ પ્રમાણે જે સગાંવહાલાં મળી આવ્યાં છે તેમાં સંતોષ રાખવો. જો મન ઊંચું રાખે અને કુટુંબમાં કંકાસ કરે તો કંકાસથી લક્ષ્મીનો નાશ થાય છે, માટે સર્વની સાથે હળીમળીને પ્રેમથી રહેવું.
ઉપર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
અધિક વૈશાખ વદ ૮, રવિ, ૧૯૯૦ હે પ્રભુ ! સ્વપ્નવત્ માયાનું સ્વરૂપ, પુદ્ગલ પર્યાયનો વ્યવસાય આખા લોકમાં વર્તી રહ્યો છે. હે પ્રભુ ! આખો લોક અભિનિવેશથી, મિથ્યાત્વથી, અજ્ઞાનથી “મારું મારું' એવો આગ્રહ માની વર્તે છે અને સંસાર-પરિભ્રમણ કર્યા કરે છે. જેમ બને તેમ રાગદ્વેષ ઓછા થાય તેમ વેદની કર્મના ઉદયને સમભાવથી ભોગવતાં, આત્માથી આત્માની વસ્તુ જે છે તેની ભાવના કરતાં કાળ વ્યતીત થાય છે. જેમ બને તેમ પરમાં ભાવ ઓછા થઈ આતમભાવ થાય તેવો ભાવ વર્તે છે. પણ કર્મ આગંળ જીવ પરવશ છે.
હે પ્રભુ ! આયુષ્યનો ભરોસો નથી. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. જરા અવસ્થા છે. શરીર નરમગરમ વૃદ્ધાવસ્થાને લઈને રહે છે.
અમને તો આત્મભાવ એ ખરી સગાઈ સમજાય છે. હે પ્રભુ સદ્ગુરુનું પણ વચન છે કે “સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.” એવી ભાવનાની સમજ છે. અમારો અંતરભાવ કોઈના દોષ જોવાની દ્રષ્ટિવાળો નથી. હે પ્રભુ ! ગુણ જોવાની દ્રષ્ટિ રહે છે.
કૃપાળુની કૃપાથી જ્યાં સુધી આવખાની હેડ છે ત્યાં સુધી કાળ વ્યતીત કર્યા વગર છૂટકો નથી. મનુષ્યભવ દુર્લભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org