________________
પત્રાવલિ–૧
૯૭ દુઃખ આવે તેથી અકળાવું નહીં. આ તો શું છે ? સૌ સૌનું બાંધેલું આવે છે. માટે આપણે ખમીખૂદવું. એ બધું જવા આવે છે. ઘીંગો ઘણી એક પરમકૃપાળુદેવ અમે જે કર્યો છે તે તમારા ગુરુ છે; અમે પણ તમારા ગુરુ નહીં, પણ અમે જે ગુરુ કર્યા છે તે તમારા ગુરુ છે એવો નિઃશંક અધ્યવસાય રાખી જે દુઃખ આવે તે સહન કરવું. કાળે કરીને સર્વ જવાનું છે.
જો આ શિખામણ લક્ષમાં રાખશો તો તમારું કામ થઈ જશે. સંસારની માયાનાં દુઃખ ભાળી જરા પણ અકળાવું નહીં. થવાનું હશે તેમ થશે.
નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય;
કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિંતા જાય ?” ઘણું કરી બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી તો પછી ઘર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આઘીન થઈ પ્રમાદ શું ઘારણ કરવો?
૧૫૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
પ્ર. વૈશાખ સુદ ૧૫, રવિ, ૧૯૯૦ જીવે જે કર્મ બાંધ્યાં છે તે ભોગવવાં પડે છે; પણ તે ભોગવતી વખતે ઘીરજ અને સદાચરણ રાખે તો સારું પરિણામ આવે છે. સારા ડાહ્યા ગણાતા માણસે કુટુંબમાં સંપ રાખવો જોઈએ. માતાને સમજાવીને ઘીરજ આપીને પોતાના સદાચરણ વડે તેમને સંતોષવાં જોઈએ. પોતાના મોટા ભાઈ પિતા તુલ્ય છે. તેમને પણ કુટુંબનો બધો ભાર ઉપાડવો પડતો હોય તો તેમાં મદદ કરીને તથા તેમની આમન્યા તથા વિનય સાચવી તેમને રાજી રાખવા એ આપણું મુખ્ય કર્તવ્ય છે. આપણી કમાણીમાંથી બને તેટલી બચત કુટુંબના માણસોના નિભાવમાં વપરાય તો આપણું અહોભાગ્ય સમજવું.
એમ સર્વને સુખી કરવા આપણે વર્તીએ તો ઘણું પુણ્ય બંઘાય અને કુટુંબમાં સંપ વધે, તો લોકમાં પણ કુટુંબનાં વખાણ થાય. પોતાના વિચારમાં આવે તેમ વર્તે તે સ્વચ્છંદી કહેવાય. સ્વચ્છેદે વર્તનાર આ લોકમાં કુટુંબ-ક્લેશથી દુઃખી થાય છે અને પરલોકમાં પણ પાપનું ફળ ભોગવવા અધોગતિએ જાય છે. તેથી સુખી થવાની જેની ઇચ્છા હોય તેણે માતા, પિતા, મોટા ભાઈ આદિનો વિનય કરવો અને ધર્મની ઇચ્છા હોય તેણે પુરુષની શિખામણ સાંભળી વિનયસહિત વર્તવા યોગ્ય છે. ન્યાયનીતિપૂર્વક વર્તે છે તેનાં જગતમાં વખાણ થાય છે અને ઘર્મ પાળવા યોગ્ય તે બને છે. પણ દુરાચરણવાળા કદી ઘર્મ પામી શકતા નથી, તેમ લોકમાં પોતે નિંદાય છે અને કુટુંબની નિંદાનું કારણ થાય છે. કુટુંબના માણસ ગમે તેવા અણસમજુ હોય તોપણ સમજુ માણસ તેમનાં મન વિનય વડે જીતી લે છે. પોતે દુઃખ વેઠીને પણ સર્વના ચિત્તને સંતોષ ઊપજે તેવાં મીઠાં વચન વડે તેમની સેવા કરીને રાજી રાખે તે ખરો ડાહ્યો ગણાય. કુટુંબમાં જે સમજુ હોય તેણે પોતે સર્વનું કહેલું સહન કરવું જોઈએ. ગમે તેવાં કડવાં વેણ કોઈ કહી જાય તો પણ જાણે સાંભળ્યું જ નથી એમ ગણીને તે ભૂલી જાય અને સર્વનું ભલું કેમ થાય તેવો વિચાર રાખી સર્વની સેવા કરી છૂટે. પોતાની ભૂલથી કોઈને ખોટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org