________________
૯૬
ઉપદેશામૃત સમજતો નથી એમ રહેવું. કોઈ કંઈ શિખામણ દે તો તેને કહેવું કે તમારું કહેવું સારું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું; પણ છણકા કરવા નહીં, ખિજાવું નહીં.
અઘમઘમ અધિક પતિત, સકળ જગતમાં હુંય,
એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું?” એ વગેરે વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, સામાયિક પાઠ બને તો દિવસના પા અડઘો કલાક અવકાશ લઈ ભણવાં.
કોઈને કંઈ કહેવું થાય તો ઘીરજથી કહેવું. કંઈ ગભરાઈને, ખીજીને, ક્રોઘ કરીને કહેવું નહીં. સૌની સાથે મૈત્રીભાવ રાખવો. ઠામ ઠામ ઓળખાણ રાખવી, નમી જવું અને સૌની સાથે હળીમળીને ચલાય તેમ કરવું; કુસંપ થાય તેમ કરવું નહીં. કોઈને ક્રોઘ આવ્યો હોય અને તે ખીજીને બોલે તો તે પણ ઘીરજથી, સમતાથી તેને “બા-ભાઈ' કહીને તેનો ક્રોઘ મટી જાય તેમ કરવું. અને જેમ સારું લાગે તેમ કરવું. તાણાખેંચ, ખેંચાખેંચ કરવી નહીં. તેને એમ કહેવું કે તમે સમજુ છો. બા હોય એના ઉપર ક્રોઘ કરવો નહીં. એનો ક્રોધ જેમ જતો રહે અને રાજી થાય તેમ કરવું. આટલા ભવમાં સગાઈ છે, પછી “વનવનકી લકડી.” એકલો આવ્યો અને એકલો જશે. કોઈ આપણું છેવું છોકરું, મા-બાપ થયું નથી, થવાનું નથી, થશે નહીં. જો ક્ષમા નહીં કરીએ અને કષાય એટલે ક્રોઘ, વેરભાવ કરીએ તો કર્મ પાછાં બીજાં બંઘાશે. માટે ખરો ઉપાય સમતા, ક્ષમા છે, તે જ ગુપ્ત તપ છે. મનુષ્યભવ પામ્યા છીએ તે ચિંતામણિ સમાન છે. તેમાં સુખદુઃખ આવે તે ખમીખૂદવું, અકળાવું નહીં. કર્મ છૂટવાનો અવસર આવ્યો છે. જે વિઘે જીવે કર્મ બાંધ્યાં છે તે પ્રમાણે ઉદયમાં આવે છે તેથી અકળાવું નહીં, સમતા અને ક્ષમા કરવી.
અહીં આવવાનો અવકાશ થોડો કાઢી આવી જવાય તો ઘણો લાભ થશે. સમાગમ હિતની વાત કહેવી પણ થશે.
સૌ કરતાં સમજણ એ જ સુખ છે; અણસમજણ એ દુઃખ છે. માટે ખરો અવસર આવ્યો છે. દુઃખ આવેલું જાય છે. તે તો જડ છે. દેહ છે તે નાશવંત છે. આત્મા છે તે શાશ્વત છે, અજર છે, અમર છે. એનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી, માટે મને દુઃખ થયું, મને રોગ થયો, મને વ્યાધિ થઈ એમ કરવું નહીં. આત્મા તો એથી ભિન્ન છે.
માટે સદ્ગુરુ પરમકૃપાળુદેવનું શરણું રાખવું. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં; મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી. એક પરમાત્મા પરમકૃપાળુદેવને માનવા; તે શ્રદ્ધા કરવી. તેને અમે પણ માનીએ છીએ, અમારા અને તમારા ઘણી જુદા ન કરવા. એ એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી. જે થાય તે જોયા કરવું. અને આપણે તો એના શરણે સ્મરણ કર્યા કરવું. મર ! સૂઝે તેટલું દુઃખ આવે તો ભલે આવે. આવો કહ્યું આવશે નહીં અને જાઓ કહ્યું જશે નહીં. આપણે તો એને જોયા કરવું. જોનાર આત્મા છે તે જુદો જ છે. મારાં મા, મારા બાપ, મારાં છોકરાં એ મારાં માન્યાં છે તે પોતાનાં નથી, સૌ ઋણ સંબંધે આવ્યું છે. એકલો આવ્યો છે, એકલો જશે. માટે આપણે આત્માને ભૂલવો નહીં. સૂઝે તેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org