________________
૫
પત્રાવલિ–૧ જો જો પુગલ-ફરસના, નિશ્વ ફરસે સોય;
મમતા-સમતા ભાવસે, કર્મબંઘ-ક્ષય હોય.” ક્ષમા, સહનશીલતા એ મોક્ષે જવાનો રાજમાર્ગ છે. નાશવંત વસ્તુને પલટાતી જોતાં સમજુ પુરુષો ખેદને બદલે વૈરાગ્ય પામે છે. આપણી નજરે કેટલાય જીવો આ ભવની ગડમથલ છોડી ચાલ્યા ગયા, ફરી જોતાં પત્તો નહીં ! હવે તેમને આ ગામની, આ દેશની કે કુટુંબની કાંઈ ખબર છે? અને અહીં હતા ત્યારે કેટલા લાળા હૃદયમાં રાખીને ફરતા હતા ? આમાં શું કામનું છે ? એક પણ સપુરુષનું વચન હૃદયમાં કાયમ રહે છે તો કલ્યાણ છે.
૧૫0 શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ફાગણ સુદ ૮, બુધ, ૧૯૯૦
તા. ૨૧-૨-૩૪ મહાત્મા જ્ઞાની કૃપાળુદેવનો બોઘ હોય તે સાંભળીને તે શિખામણ લક્ષમાં રાખે તો કર્મ ન બંઘાય એમ જ્ઞાનીઓની શિખામણ છે તે ધ્યાનમાં લેવી ઘટે છેજ.
બીજું, ભાઈ, આપ ડાહ્યા છો તો આપને અકળાવું, મૂંઝાવું કે ગભરાવું ન થવું જોઈએ. જે શાતા અશાતા આવે તથા બાંઘેલાં કર્મ જે ઉદયમાં આવે તે બધું સમભાવે સહન કરવું કર્તવ્ય છે. જીવે પૂર્વે કર્મ બાંધ્યાં છે તે ઉદયમાં આવે છે. ઋણ સંબંધે સગાંવહાલાં મળી આવ્યાં છે. તેના ભોગવટા વખતે સમભાવ રાખી સહન કરવું, સમતા, ક્ષમા, ઘીરજ કરવી અને બધું ખમી ખૂંદવું જે કર્મ ઉદયમાં આવે છે તે ભોગવીને છુટાય છે, તેમાં હર્ષશોક ન કરવો. સમતાએ સહન કરવું એ તપ છે. એથી ગભરાઈ અકળાઈ જઈ કંઈ ખોટી ચિંતવણા કરવી નહીં. “અહીંથી જતો રહું, છૂટી જઉં, મરી જઉં' એવો કોઈ સંકલ્પ કરવો નહીં. એમ જો કરે તો જીવ કર્મ બાંધે. અને કર્મ તો ગમે ત્યાં બાંધ્યા પ્રમાણે ભોગવવાં પડશે. પણ સમતાભાવે તે ખમવાં. અકળાઈને ક્યાં આકાશમાં ચઢી જશો ?
જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલાં આગળ ને આગળ જ છે. માટે સમતાએ સહન કરવાં. આપણને કોઈ દુઃખ આપે, અભાવ કરે, અપમાન કરે તો તેનો ખરો ઉપકાર ગણવો–આપણે બાંધેલાં કર્મ છોડવામાં તે મદદ કરે છે, તે વિના છુટાત નહીં એમ સવળું લેવું. આથી વધારે દુઃખ ભલે આવે તોપણ ગભરાવું નહીં. જીવે નરકમાં દુઃખ ઓછાં વેક્યાં છે? તેના હિસાબે અહીં તો શું છે ? ફક્ત અંતરાય (પ્રકૃતિ) તૂટી નથી તેથી દુઃખ લાગે છે, તેથી ગભરાવું નહીં. તમે જેવા તેવા નથી. જગત ગમે તેમ કહે તેના સામું જોવું નહીં. સૌની સાથે સંપ રાખવો. કંઈ સમજણ નથી, કંઈ સમજતો નથી એમ કહે તો પણ ખમી ખૂંદવું. માન જીવનું ભૂંડું કરે છે, માન વેરી છે. બીજા તરફથી વઘારે માન મળતું હોય કે જીવ બીજા ઉપર વઘારે વહાલ કરે તો તે રાગ બંઘનું કારણ છે, તેમજ વૈષ કરે તો વૈષ પણ બંધનું કારણ છે. તો બંઘનાં કારણ એવા કોઈના રાગ કે વહાલની ઇચ્છા સમજુ જીવો રાખતા નથી; પણ સમભાવ રાખી, જાણ્યું ન જાણું કરી, ખમીખૂંદે છે. માટે તે માન મૂકી સૌનાથી નાના થઈ જાણે કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org