________________
૯૪
ઉપદેશામૃત ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” કાંઈ ફિકર કરવા જેવું નથી. આત્માની રિદ્ધિ અનંતી છે, તે આત્માની સાથે જ છે. બાકીની બઘી મૂર્છા મમતા મૂકી દેશો. “હું મારું હૃદયેથી ટાળ.”
૧૪૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ભાદરવા સુદ ૭, ૧૯૮૯ મનુષ્યભવ દુર્લભ કે ચાર દિવસનું ચાંદરણું છે; અને બધું ફના છે, નાશવંત છે, ઠગારું છે. એવા આ જગત ઉપર વિશ્વાસ રાખી જીવ રાચી રહ્યો છે. હું કમાઉ છું, હું વિષય ભોગવું છું, હું સુખી છું, હું દુઃખી છું એમ માની રહ્યો છે; પણ માથે મરણની ડાંગ ઊભી છે તેની જીવને ખબર નથી, તે તરફ દ્રષ્ટિ પણ કરી નથી. ચાર ગતિમાં ઘોર દુઃખ ભોગવવા પડે તેવાં કર્મ બંઘાવે તેવા ઇન્દ્રિયના વિષય-ભોગોને જીવ પ્રિય ગણે છે તે મહા અજ્ઞાન છે. અને “હું સમજું છું, હું કરું છું તે ઠીક છે. કોઈની સલાહની મારે શી જરૂર છે ? મને કોણ પૂછનાર છે ? ” એવો સૂક્ષ્મ અહંકાર જીવને મારી નાંખે છે. આખો મનુષ્ય ભવ લૂંટાઈ જાય છે તે વેપારમાં દેવાળું નીકળે તેથી પણ મહા ખરાબ ભયંકર છે. પછીથી ઘર્મ આરાઘવાનો અવસર કાગડાકૂતરાના ભવમાં ક્યાંથી મળશે? અત્યારે અઘટિત કૃત્ય થયાં હોય તો મનવચનકાયાથી ફરી ન કરવાની પ્રતિજ્ઞા લઈ, બળ વાપરી તેથી દૂર થવું યોગ્ય છે. કહેનાર કહી છૂટે અને વહેનાર વહી છૂટે. જે કરશે તે ભોગવશે. અત્યારે આંખો મીંચીને પાપ કરશે તો પછી વિલવિલાટ કરી પશ્ચાત્તાપ કરતાં પણ છૂટકો નહીં થાય.
ચેતવું હોય તો હજી વખત છે. સત્સંગ સમાગમમાં કાળ વિશેષ કાઢવા ઘારો તો થઈ શકે તેવું છે. હજી હાથમાંથી બાજી ગઈ નથી. મનુષ્યભવ છે ત્યાં સુધી બધું થઈ શકશે; પછી કોઈના હાથની વાત નથી. સૌ સૌનાં કર્યા પોતાના આત્માને એકલા ભોગવવા પડશે. માટે ડરવા જેવું છે, જાગૃત થવા યોગ્ય છે. દુષ્ટ સમાગમ તજવા યોગ્ય છે. અવળો રસ્તો ભૂલવા જેવું છે. મરણિયા થઈને પણ સદાચાર સેવવા યોગ્ય છે.
જીવ મસ્તાન થઈને ફરે છે. પણ મંદવાડ કે મરણ પથારીએ પડશે ત્યારે કયો વેપાર કામમાં આવવાનો છે? ઘનના ભંડાર હશે તે પણ પડ્યા રહેશે. સગાં-વહાલાં કે વિષયભોગ કોઈ તે વખતે દુઃખ લેવા સમર્થ નથી. તે વિચારી આજ્ઞારૂપ ઘર્મ આરાઘવા તૈયાર થઈ જવા જેવું છે.
'आणाए धम्मो, आणाए तवो'
૧૪૯
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૧૪-૧૧-૩૩ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિની ફરસના પ્રમાણે સર્વ બની રહે છે. તેમાં સમકિતી જીવોએ હરખ-ખેદ કરવો ઘટે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org