________________
પત્રાવલિ–૧
૯૩ ૧૪૬ કાવા રાણાનો બંગલો, આશાપુરી રોડ,
નવસારી, તા. ૨૨-૫-૩૩ બધી વાતોનો અને દુઃખનો ઉપાય એક સત સમાગમ છે. માટે બહુ ડહાપણ અને પંચાત મૂકી દઈ, હજારો રૂપિયા મળતા હોય તો પણ તેને ઝેર જાણી, એ વાત છોડી દઈને સમાગમમાં રહેવું, બીજો ઉપાય નથી. સમાગમથી શાંતિ થશે અને જે લાભ થશે તે તો કહી શકાય નહીં. માટે બીજું કાંઈ નહીં કરતાં ઝટ સમાગમમાં આવવું. કોઈ બીજી વાતે કાંઈ પણ સાર નથી, માત્ર અગ્નિની ઝાળમાં બળવા જેવું છે; અને મોહનીય કર્મ મૂંઝવે છે તો તેનો ઉપાય એક સત્સમાગમ છે, તેમાં આવવું. તમારી વૃત્તિ, વર્તન તમને પણ ગમતું નથી અને ખેદ કરાવે છે અને બળ ચાલતું નથી તો તે બધું અત્રે ઠીક થઈ રહેશે. વીતરાગની સભામાં, સમાગમમાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે છે. જીવની જો છૂટવાની ઇચ્છા છે અને સાચા વીતરાગ પુરુષ છે તો પછી મોહનીય કર્મ કાંઈ કરી શકતું નથી, મૂંઝવણ આવતી નથી-જતી રહે છે અને શાંતિ થાય છે.
૧૪૭ નવસારી, વૈશાખ વદ ૧૨, રવિ, ૧૯૮૯ ભગવાન તીર્થંકરાદિકે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે, તે જોગ પામીને સાચા સદ્ગુરુ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવાની છે. આ વાક્ય લખ્યું છે, તે કોઈ સંતના કહેવાથી માન્ય થઈ જશે તો જીવનું કલ્યાણ થઈ જશે. બાકી પોતાની કલ્પનાથી માની લઈને “આ જ્ઞાની છે' એમ કર્તવ્ય નથી, મધ્યસ્થ રહેવું અજ્ઞાની ન કહેવા, જ્ઞાની ન કહેવા. તે જો પોતાના સ્વચ્છેદથી પોતે માન્ય કરે તો તેની ભૂલ થઈ માનવી. કોઈ સત્સંગે સદ્ગુરુને માન્ય કરશે તેનું કલ્યાણ થશે. પોતાની કલ્પનાએ માનીને જીવ ભૂલ ખાય છે. તે સસ્વરૂપ એવા જ્ઞાની પુરુષોએ આત્મા જોયો છે, જાણ્યો છે તે માટે માન્ય છે. ફરી ફરી મનુષ્યભવ મળવો દુર્લભ છે. એક ભવમાં જો શ્રદ્ધા અને પ્રતીતિ એક આત્માની થઈ ગઈ તો આ જીવનું કલ્યાણ છે. આવો જોગ ફરી ફરીને ન મળે. માટે જ્ઞાનીએ જણાવેલ મંત્રનું સ્મરણ કર્તવ્ય છે. વ્યાધિ, પીડા, દુઃખ દેહના સંબંધે થાય છે, તે જાય છે. તેનો હરખશોક ન કરવો. માતા, પિતા, સ્ત્રી આદિકમાં મોહ ન કરવો. દેહ પણ મારો નથી; જ્ઞાનદર્શનરૂપ આત્મા મારો છે. તે જ્ઞાનીએ જામ્યો છે. તે સિવાય કોઈ ઉપર પ્રીતિ કરવી નહીં. ભાવના, ભક્તિ, સ્મરણ રાખ્યા કરજો. વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ તેમને સંભળાવ્યા કરશો. સ્મૃતિ સારી હોય તો પત્ર ૬૯૨ તેમને સંભળાવશો. એમાં જે આત્મહિત થવાની સ્મૃતિ આપી છે તે તેના ધ્યાનમાં લે તેમ કહેશો. બીજું કાંઈ ન ઇચ્છવું, મનમાં ન લાવવું. અને તે પત્રના અંતમાં જણાવ્યું છે : “શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” આ શ્રી પરમ કૃપાળુદેવના વચનમાં છે તે ધ્યાનમાં લેશો. સંગનું ફળ અવશ્ય મળશે. મરવાનો ભય ન રાખવો. એક આત્માને ઘણો સંભારવો, વિશ્વાસ રાખવો. “આતમભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org