________________
પત્રાવલિ−૧
યૌવનની શી કરવી માયા ? જળ-પરપોટા જેવી કાયા; જાવું પડશે. નરકે મરીને, આવી ઘનની આશા કરીને. પ ભવ તરવા ઇચ્છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઈ; કામ, ક્રોધ ને મોહ તજી દે, સભ્યજ્ઞાન સમાધિ સજી લે. ૬ કોણ પતિ પત્ની પુત્રો તુજ ? દુઃખમય પણ સંસાર ગણે મુજ; પૂર્વ ભવે પાપે પીડેલો, કોણ હતો કર્મે જકડેલો ? ૭ વિષયભૂતનો મોહ મૂકી દે, કષાય ચારે નિર્મૂળ કરી લે; કામ માનનો કૂચો કરી દે, ઇન્દ્રિયચોરો પાંચ દમી લે. ૧૩ દુર્ગતિ-દુઃખ અનેકે ફૂટ્યો, તો પણ પીછો તેનો ન છૂટ્યો; જાણે ભૂત-ભ્રમિત મદમત્ત, જીવ અનાચારે રહે ૨ક્ત. ૧૬ મા કર યૌવન-ધન-ગૃહગર્વ, કાળ હરી લેશે એ સર્વ; ઇંદ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષપદે મન રાખી પ્રભુ ભજ.''૧૮
✰✰
Jain Education International
૧૪૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. સં.૧૯૮૮
સ્નેહપ્રીતિ કરવા જેવું નથી. એક આત્મા જ્ઞાનદર્શનમય છે તે ભાવના વારંવાર ભાવવી. બીજે પરભાવમાં મન જાય કે તુરત પાછું વાળવું, વૃત્તિને રોકવી. અને ક્ષેત્રફરસના છે, અન્નજળ-પાણી છે એમ જાણી અરતિથી આર્તધ્યાન થાય તેમ ન કરવું.
“જો જો પુદ્ગલ–ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા-સમતા ભાવસેં, કર્મબંધ-ક્ષય હોય.''
આપણી ઇચ્છાએ, સ્વચ્છંદે જીવને જન્મ-મરણ થઈ રહ્યાં છે, તેથી મૂંઝાવું નહીં. મરણ અવસરે કોણ સહાય છે ? તે વખતે પરવશે ભોગવવું પડે છે તો અત્રે ‘જા વિઘ રાખે રામ તા વિધ રહીએ.’ મૂંઝાવું નહીં, અકળાવું નહીં. સહનશીલતા એ તપ છે. જ્યાં જઈએ ત્યાં માટી, પાણી ને ઢેફાં. કોઈ જગ્યાએ સુખ નથી. સુખને જાણ્યું નથી. દુઃખ, દુઃખ અને દુઃખ છે. દુઃખમાં સુખ માની રહ્યો છે, ભુલવણી છે. ચેતવા જેવું છે. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ; સમજ્યો ત્યાંથી સવાર. આખરે મૂકવું પડશે. આખરે સ્વચ્છંદ રોકવો થાય છે તો સમજીને, અત્યારે જેવો અવસર તે પ્રમાણે કાળ વ્યતીત કરે અને સમભાવ રાખે તો તપ જ છે. ઇચ્છાઓ, તૃષ્ણાઓ કરે તો બંધ છે. એકલો આવ્યો, એકલો જવાનો છે. ફરી આવો લાગ નહીં આવે. મનુષ્યભવ ફરી ફરી નહીં મળે; જીતી બાજી હારવી નહીં. કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી; કોઈ કોઈને સુખ આપવા સમર્થ નથી.
૯૧
(વૈરાગ્યમણિમાળા) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
“આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,''
જીવ લહે કેવળજ્ઞાન રે.
* ⭑
For Private & Personal Use Only
www.jainelibrary.org