________________
૯૦
ઉપદેશામૃત
સમ્યભાવો રૂડા છે. અસમ્યક્ પ્રકારે પર૫દાર્થ-પરભાવ ભાવવાયોગ્ય નથી. હે પ્રભુ! સ્વપ્રવત્ જગત તથા અસત્સંગ જેવામાં આ જીવનો કાળ જાય છે એવું લખાણ અત્રે મુમુક્ષુના પત્રથી વાંચ્યું; તો હે પ્રભુ ! હવે તો જેમ બને તેમ આ ક્ષણભંગુર દેહમાં બે ઘડી દહાડા જેવા આયુષ્યમાં પાઘડીને છેડે કસબ નખાઈ જાય તેવું થાય તો જ કલ્યાણ છે. મનુષ્યભવ ચિંતામણિ છે. હે પ્રભુ ! આ તો પંખીના મેળા છે, સ્વપ્નું છે. શું કાંઈ લખવું ! જીવને સત્સંગ અને આત્મહિત થાય એવી વૃષ્ટિ રહ્યા કરે છે.
⭑ ✰✰
૧૪૨
Jain Education International
સદ્ગુરુકૃપાએ સહન કરવું અને જે થાય તે જોયા કરવું એ જ ઉત્તમ ઔષધ છેજી. નમિ રાજેશ્વર જેવાને પણ કર્મના ઉદયે અસહ્ય વેદના સહન કરવી પડી હતી. તે પણ આત્મા હતા, અને આત્મલાભ એવે વખતે તેમણે સાધ્યો હતો તે સંભારી સમભાવે સહન કરવાની ભાવના રહ્યા કરે છે.
૧૪૩
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ વૈશાખ પૂર્ણિમા, ૧૯૮૮
સદ્ગુરુ શ્રી દેવાધિદેવ પરમગુરુએ મનુષ્યભવ ચિંતામણિ સમાન કહ્યો છે તે દુર્લભ છે. જે સત્પુરુષ, સદ્ગુરુએ, અનંત જ્ઞાની તીર્થંકરે, યથાતથ્ય આત્મા જાણ્યો છે, જોયો છે, માન્યો છે તે જ્ઞાનીનો યથાર્થ સત્સમાગમ જો જીવને ન થયો હોય તો પણ તે સત્પુરુષના સમાગમે જે કોઈ સંત તથા મુમુક્ષુએ શ્રદ્ધા પ્રતીતિ કરી છે તે સત્સંગનો જોગ, જો મનુષ્યભવ પામી, આ જીવને મળી આવ્યો હોય અને તેની પ્રતીતિ, વિશ્વાસ ખાસ ખરા મનથી આવ્યું, તે કહે તે સદ્ગુરુ પ્રત્યે, તેમના બોધ પ્રત્યે, પ્રતીતિ, શ્રદ્ધા, રુચિ, માન્યતા, આસ્થા આ જીવને થાય તો આ મનુષ્યભવ સફળ છે. તે સંતે કહેલા સદ્ગુરુની એક માન્યતા, શ્રદ્ધાથી સમકિત કહેવાય. આટલો મનુષ્યભવ મળ્યો છે તેમાં તે જ શ્રદ્ધા સત્કૃપાળુ શ્રી સદ્ગુરુદેવ પ્રત્યેની જીવે રાખવા યોગ્ય છે, પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. જે એમ એક સદ્ગુરુની શ્રદ્ધાએ જ રહેલ છે તેનું આત્મહિત અને કલ્યાણ છે. જો એક સમકિત આ ભવમાં ન થયું જન્મમનુષ્યભવ હારી ગયા જાણવું. એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે, એવો અનેકાંત માર્ગ સમજાયો નથી. માટે તેણે જાણ્યું તે ખરું છે, મારે પણ માનવા યોગ્ય છે એમ માને તો આત્મકલ્યાણ થાય. તેની જ આજ્ઞાથી કલ્યાણ છે. તેની આજ્ઞા જે જે ‘શ્રી આત્મસિદ્ધિમાં કહી છે તે જ કર્તવ્ય છે. જોકે જગતમાં જીવ ઘણા રૂડા છે, ગુણી છે પણ પરીક્ષાપ્રધાનપણું જ્યાં સુધી યથાતથ્ય આવ્યું નથી ત્યાં સુધી ગુણીના ગુણ જોવા, દોષ ન જોવા. જીવ સ્વચ્છંદથી અને પ્રમાદથી અનંત કાળથી રઝળ્યો છે. માટે જેમ બને તેમ જાગૃતિ આત્મભાવના, સ્મરણ ભક્તિમાં અમુક કાળ કાઢવો. કાળ ભયંકર છે. લીઘો કે લેશે થઈ રહ્યું છે. આ જીવ કયા કાળને ભજે છે તે સમજાતું નથી.
For Private & Personal Use Only
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ અષાડ વદ ૮, મંગળ, ૧૯૮૮
www.jainelibrary.org