________________
૮૯
પત્રાવલિ–૧ જીવાત્માને જ્યાં બંઘનથી છૂટવું થાય ત્યાં શોક ખેદ શાન હોય ? જ્ઞાનીએ સમભાવે વેચવાનું વચન કહેલું છે તો આ જીવને જેમ બને તેમ સમતાથી ઘીરજથી વર્તવું યોગ્ય સમજાય છે, એ સદ્ગ શરણથી સફળ થાઓ એ જ ભાવના છેજી.
હે પ્રભુ ! વૈરાગ્યને વિધ્ર ઘણાં હોય. ઉતાવળ એટલી સાંસત; ક્યાશ એટલી ખટાશ. હે પ્રભુ! ઘીરજ મોટી વાત છે. સમતા, ક્ષમા, સહનશીલતાએ વર્તવાનો પુરુષાર્થ કરવાની જીવને જરૂર છે. એવો એક અભ્યાસ પાડવાની વૃત્તિ વિચારમાં રાખવી. પરમ કૃપાળુદેવની અનંત અનંત કૃપા છે. તેની કૃપાથી, ઘીરજથી જીવને આત્મહિત કલ્યાણ થાઓ, એવી આશીર્વાદપૂર્વક ભાવના છદ્મસ્થ વિતરાગભાવને લઈને પુરાણ પુરુષની કૃપાથી વિચારમાં સ્ફરે છે તે દીનબંધુની મહેર નજરથી સફળ થાઓ, જે યથાઅવસરે, સમાગમે અંતરાય તૂટ્યથી બની આવશે જી.
બીજું, હે પ્રભુ ! આપના વિષે કાંઈ પણ આત્મહિત થવા ભાવના રહે છે તે કાંઈ સર્જિત સંસ્કારને લઈને થાય છેજ. દેવાધિદેવ પરમ કૃપાળુદેવે સૌભાગ્યભાઈને વહેવારિક વ્યવસ્થા વિષેમાં કહ્યું હતું કે તમારા વિષે અમારે કાળજી ઘણી છે. તે નિબંઘ તો સંસાર-વ્યવસ્થાનો હતો અને આ તે સંબંધ નહીં, પણ આત્માનું અમારું કલ્યાણ થાય અને તમારું કલ્યાણ થાય એ વિષે સંબંઘ અમારા ધ્યાનમાં છે, બીજો કાંઈ સ્વાર્થ નથીજી.
આ પુસ્તક, “શ્રીસદ્ગુરુપ્રસાદ કોઈ બીજાને વાંચવા માટે નથી. પણ ખાસ જેને તે સદ્ગુરુની ભક્તિ જાગી છે, તેના વચનામૃતની સૂચના મળી છે અને સમ્યગ્દષ્ટિવાન જીવ છે તેને તે સ્મૃતિમાં લેવા, જાગૃત થવા, બોઘબીજને અર્થે ભલામણ છેજી અને શ્રી સદ્ગુરુની શ્રદ્ધા પામવાનો મૂળ હેતુ છેજી. વઘારે ચિત્રપટ આવશે તેની અડચણ નથી. આ પુસ્તક દર્શનભક્તિનું છે. તેમાં વધારે ચિત્રપટ આવશે તો બાઘ જેવું મને લાગતું નથી
૧૪૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ
કાર્તિક સુદ ૧૪, ૧૯૮૮ હે પ્રભુ ! કંઈ ચેન પડતું નથી, ગમતું નથી. હે પ્રભુ! સર્વ કર્મ-ઉદય મિથ્યા છે એમ ગુરુ શરણાથી જાણ્યું છે, અનુભવ્યું છે. તેમ વર્તવા જેની વૃત્તિ રહે છે, વર્તે છે તેવા સમભાવી મહાત્માને નમસ્કાર છે. ભૂતકાળમાં બનવા યોગ્ય બન્યું, બની ગયું ત્યાં હવે શોક શો ? કારણ કે હવે તેમાંનું કંઈ નથી. બને છે વર્તમાન સમયમાં, તે પૂર્વ-કર્મના સંસ્કારના ફળરૂપ છે. જીવે જેવા જેવા ભાવો હે પ્રભુ અજ્ઞાનભાવે કરેલા, તે તે ભાવો અત્યારે કર્મરૂપે ઉદય આવી જીવને મૂંઝવે તેમાં મૂંઝાવું શું? માગેલું મળ્યું, ઇચ્છેલું પ્રાપ્ત થયું–મોહાથીન માગ્યું, ઇછ્યું તે આવ્યું તો ખરું, પણ તેમાં મૂંઝાવાનું રહ્યું. તેમાં હવે દોષ કોને દેવો? હરખ શોક શો ? વાજબી બને છે; અને તે પણ થઈ રહ્યા પછી કંઈ નથી, એમ થવાનું છે જ. કર્મ ઉદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે. તો પછી ચિંતા શી? બનવાનું બનશે. ભવિષ્યમાં જે બનવાનું તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. ભવિષ્યસ્થિતિ સુધારવી જીવના હાથમાં છે. સમ્યક ભાવો ભાવી, સમ્યક સ્થિતિ પ્રાપ્ત કરશે તો પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org