SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાવલિ-૧ ૮૭ તેમાં પ્રેમ ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગનમન રહેવું. બીજું ભૂલી જવા જેવું છે. ‘ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.’ “સુખ દુઃખ મનમાં ન આણિયે.’” “જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’’ મનુષ્યભવ દુર્લભ છે. “બનનાર તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી.’” એવો દૃઢ નિશ્ચય કરી જે જીવને કરવાનું છે તે એક દૃઢ શ્રદ્ધા છે. તે વિષે સત્સંગે સમાગમે સાંભળી જાણી, એક તેનું જ આરાધન કરવામાં આવશે તો ઘણા ભવનું સાટું વળી રહેશે. તે પણ કર્યા વિના થાય તેમ નથી. આ જીવ બફમમાં, ગફલતમાં જવા દેશે તો પછી પશ્ચાત્તાપ થશે, ખેદ થશે. માટે બને તો કોઈ પુસ્તકં, પરમ કૃપાળુદેવનું વચનામૃત વાંચવાનું કરશો. ૧૩૭ Jain Education International અંધેરી, વૈશાખ સુદ ૧૫, ૧૯૮૭ “સેવાથી સદ્ગુરુકૃપા, ગુરુકૃપાથી જ્ઞાન; જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ. એ સંકલના સિદ્ધિની, કહીં સંક્ષેપે સાવ; વિસ્તારે સુવિચારતાં, પ્રગટે પરમ પ્રભાવ. અહો ! જિય ચાહે પરમપદ, તો ધીરજ ગુણ ધાર; શત્રુ-મિત્ર અરુ તૃણ મણિ, એક હિ દૃષ્ટિ નિહાળ. રાજા રાણા છત્રપતિ, હથિયનકે અસવાર; મરના સબકો એક દિન, અપની અપની વાર.'' ઉદયકર્મમાં પણ ગભરાવું, મુઝાવું ઘટતું નથી. સમભાવે ભોગવી લેવું જી. ‘મોક્ષમાળા'ના બધા પાઠ મુખપાઠે કરી વિચારવા યોગ્ય છેજી. જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે અને પોતાનાં કરેલાં કર્મ એકલો જ ભોગવવાનો છે, એમ વિચારી અહંભાવ-મમત્વભાવ ઘટાડી, ધર્મસ્નેહ રાખી, ઉલ્લાસભાવમાં આનંદમાં રહેવું યોગ્ય છેજી. જે થઈ ગયું તે ન થયું થવાનું નથી, માટે ભૂતકાળની ચિન્તા તજી, થયેલી ભૂલો ફરી ન થાય એટલો ઉપયોગ રાખી સમભાવે વર્તમાનમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. તેમ જ જીવ ભવિષ્યના ઘાટ ઘડી નકામાં કર્મ બાંધે છે તેનું કારણ આશા, વાસના, તૃષ્ણા છે; તેથી જન્મ મરણ ઊભાં થાય છે. માટે વાસના તજીને મોહરહિત રહેતાં શીખવાનું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી માટે ભવિષ્યની ચિંતા પણ તજવા યોગ્ય છે. ગઈ વસ્તુ શોચે નહીં, આગમવાંચ્છા નો'ય; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંય. ⭑ ૧૩૮ ભાદ્રપદ, ૧૯૮૭ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમભાવ વધે અને સંસાર ઉ૫૨થી ઉદાસીનતા થાય, સંસારની માયાનું તુચ્છપણું સમજાય, લૌકિક મોટાઈ તે ઝેર, ઝેર અને ઝેર છે એવો ભાવ થાય અને જેમ લોકોત્તર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy