________________
UE
ઉપદેશામૃત
૧૩૫ - શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૨૧-૮-૩૧, શ્રાવણ, ૧૯૮૭ “નથી ઘર્યો દેહ વિષય વધારવા,
નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.” –શ્રીમદ્ રાજચન્દ્ર આખો લોક વિવિઘ તાપથી બળી રહ્યો છે. ક્યાંય શાંતિ નથી. માત્ર સસ્વરૂપ આત પુરુષ શ્રી સદ્ગુરુ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ કે તેનો દ્રઢ નિશ્ચય જેને વર્તે છે એવા જ્ઞાનીના આશ્રિતો જ તે ત્રિવિધ તાપથી દૂર રહેનારા છે. એટલે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ જે પુરુષોએ કરી છે, તેની શ્રદ્ધા જે કોઈ સંતે કરેલી છે, તેના સમાગમથી જે સદ્ગના ઉપર શ્રદ્ધા થઈ તેવા સમ્યવૃષ્ટિ પુરુષો જ બળતામાંથી બચ્યા છે, અને બચાવવા જેવું તેમણે જ જાણ્યું છે. તેમ આપણે પણ તે સંતે માન્યા છે તે જ માનવા યોગ્ય છે. બીજે દ્રષ્ટિ રાખવા યોગ્ય નથી. પોતાની કલ્પનાથી જીવ રખડ્યો છે. માટે તે સંતે માન્યા છે તે જ માનવા યોગ્ય છે. તેથી આઘુંપાછું પોતાની કલ્પનાથી માને તો ભૂલભર્યું છે, એમ જાણજો. માટે તે સંતે કહેલા ઉપર જ પ્રેમ ભાવ ભક્તિ કરવા યોગ્ય છે. તેમના જ ગુણ ગાવા. બીજે ક્યાંય પ્રેમ ઢોળવા, પ્રેમ કરવા લાયક નથી.
ઉદય કર્મમાં પણ ગભરાવું મૂંઝાવું ઘટતું નથી. સમભાવે ભોગવી લેવું જી.
૧૩૬ “સુણો ભરત ભાવિ પ્રબળ વિલખત કહે રઘુનાથ, હાનિ-વૃદ્ધિ, જન્મ-મૃત્યુ, જશ-અપજશ વિધિહાથ.”
“જા વિધિ રાખે રામ તા વિધિ રહિયે.” આખો લોક ત્રિવિઘ તાપથી બળ્યા કરે છે. સહનશીલતા, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. કોઈ રહેવાનું નથી. વૃત્તિને રોકવી. આતમભાવના, નિજ સ્વભાવમાં પરિણામ સમયે સમયે લાવવાં; પરભાવ-વિભાવમાંથી જેમ બને તેમ રોકાવું. આ જીવ નિમિત્તાધીન છે, માટે સાધકનિમિત્તમાં જોડાવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદ કરવાથી જીવ દુઃખ ઊભું કરે છે. તે પ્રમાદ છોડવા સપુરુષનાં વચનામૃત વિચારવાં. કાળ જાય છે ક્ષણે ક્ષણે, તે પાછો આવતો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે. આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે. ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.” સત્સંગનો બહુ અંતરાય છે. માટે ઉદાસ નહીં થતાં ઉદાસીનતા (સમભાવ) કર્તવ્ય છે. ગભરાવા જેવું નથી. માર્ગ બહુ સુલભ છે. પણ જીવે એક જ્યાં વૃત્તિ રાખવી, કરવી, જોડવી, પ્રેમ ઘરવો જોઈએ તેમાં મિથ્યાત્વ-અજ્ઞાનથી, પ્રારબ્ધ ઉદયના આવરણને લઈને જીવ દિશામૂઢ થઈ ગયો છે. માટે જરા અવકાશ મેળવી સત્પષનાં વચનામૃતમાં ઊંડા વિચારથી ધ્યાન-અંતરભાવમાં આવવું, અંતરભાવમાં વધારે રોકાવું. બાહ્યભાવના નિમિત્ત કારણથી વૃત્તિ ચલિત થઈ જાય છે તેની જાગૃતિ રાખી, એક શુદ્ધ જ્ઞાનદર્શનચારિત્રમય આત્મા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org