________________
પત્રાવલિ – ૧
૮૫
૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
તા. ૧૮-૬-૩૧, અષાડ સુદ ૨, ગુરુ, ૧૯૮૭ દુષમકાળ છે. તેમાં ઘણા જીવનું કલ્યાણ થશે—એક શ્રદ્ધાએ; જે કંઈ કર્તવ્ય છે તે સપુરુષની દ્રષ્ટિએ કરવા યોગ્ય છે. શ્રદ્ધા-કુશળતા થાય તેવું, ગુરુ કૃપાળુના યોગબળથી શાસન અત્રે વર્તશે. કાળ બહુ ફીટણ આવ્યો છે. પણ આત્માર્થીને વૈરાગ્યનું નિમિત્ત બની જાય તેવું સનાતન જૈન શાસન જયવંતું, શાશ્વતું છે. તેથી પાંચમા આરાના છેડા સુધીમાં ઘણા જીવનું કલ્યાણ થાય તેવું છે, હિત થાય તેવું છે. શું લખું? કહ્યું જાય તેમ નથી. એક આ જીવને જેમ બને તેમ શ્રદ્ધાના બળનું બહુ પોષણ કરવા જેવો અવસર આવ્યો છે. કરવું, કરાવવું અને અનુમોદવું કર્તવ્ય છે.
સમયે યમ ના પHIT' તે કોઈ ચમત્કાર છે, સાન છે. એ અદ્ભુત છે ! તેમાં મુખ્યમાં મુખ્ય શ્રદ્ધા છે. તેનો લાભ ઘણા સત્સંગ અને સમાગમે બોઘના નિમિત્તે કારણે થાય, તેવું સમજાય છે. આપ તો ડાહ્યા છો. આપને શું લખું? માટે જેમ બને તેમ ચેતાય તેમ કર્તવ્ય છે. આયુષ્યનો ભરોસો નથી. લીઘો કે લેશે થઈ રહ્યું છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે. તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છેજી. રહસ્ય શબ્દ કોઈ ગૂઢ, ઊંડો છે ખરો ! આપ વિચારશો. એક સમ્યકત્વ આ કાળમાં યોગ્યતાએ ઘણા જીવોને પ્રાપ્ત થાય તેવું તો બને તેમ . અને એ અવસર ફરી ફરી મળવો દુર્લભ છેજ. જો આટલા ભવમાં એના જ વિષે મન, વચન, કાયાથી ભાવ પરિણામ પ્રબળ થશે તો આત્મહિતકારી છે, કલ્યાણકારી છે. શું લખું? જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ, પીડાથી આખો લોક ત્રિવિઘ તાપે બળ્યા કરે છે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ–મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે” જે સદ્ગુરુએ સાન કરી છે તે “સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.” એ નિઃશંક માનવું યોગ્ય છે, કર્તવ્ય છે. સ્વચ્છંદ, પ્રમાદ શત્રુ, વેરી છે; તેથી જીવની ભૂલ થાય છે. આ જીવનો જ વાંક છે. આ ગૂઢાર્થ સત્સંગે બહુ વિચારવા જેવો છે. તેમાં પ્રશ્ન થાય એવું છે કે પ્રમાદ અને સ્વચ્છેદ ક્યારે ગયા કહેવાય તે વાત વિચારો. દૃઢ સમકિતી પુરુષ થોડા છે, માટે સત્સંગના યોગે જાગૃત થવું કર્તવ્ય છે'. આ પત્રિકા આપને ભેટ દાખલ જણાવી છે.
“પરપ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે;
વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” સામાન્યપણું, લૌકિકપણું જીવને કર્તવ્ય નથી. સદ્ગુરુનાં વચનનો આશય આ પત્રમાં હોય તે આત્માર્થે ધ્યાનમાં લેવો કર્તવ્ય છે'. આ ભાવિક આત્માને માટે છેજી.
૧. પ્રલય જેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org