________________
८४
ઉપદેશામૃત નથી, એમ વિચારી જાગૃતિ, સ્મૃતિ, ફુરણાથી આત્માને પોષણ આપવું કર્તવ્ય છે. વૃત્તિ, મનને વિભાવ-પરભાવમાં જતાં રોકી, આત્મભાવમાં લેશો, આત્માની વિચારણામાં રહેશો. કોઈ ઉદયકાળે વ્યવસાયે કામપ્રસંગે પરભાવમાં વૃત્તિ જાય છે તેને થોડામાં પતાવી જેમ બને તેમ પોતાને સદ્વર્તનમાં આવવું અથવા બીજાને ઘર્મની વાત કરવાનું રાખવું. પરવાતના વ્યવસાયમાં કોઈ ચડી જાય તેથી મરડી તે સધ્યવસાયમાં ના આવે તો આપણે મનથી સદ્વર્તન સ્મરણમાં વર્તવું, પણ તેમાં તણાઈ ન જવું. ઘીરજથી કાળ પરિપક્વ થાય છે. જેની દ્રષ્ટિ સન્મુખ છે તેનું સારું જ થશે. જેની યોગ્યતા છે, સન્મુખ દ્રષ્ટિ છે, તેને જરૂર મળી આવશે એ નિઃશંક માનજો. આપ ગુણી છો. ઘીરજથી એ જ સન્ધર્મની ભાવના સિવાય બીજું કાંઈ નહીં ઇચ્છવું. એવું ધ્યાનમાં સમજમાં રાખશો. ગુરુકૃપાએ સર્વ સારું થશે. કોઈ વાતે ગભરાવા જેવું છે નહીં.
૧૩૩
શ્રી અંઘેરી, તા. ૧૯-૫-૩૧
જેઠ સુદ ૧, મંગળ, ૧૯૮૭ વિચારવંત ભાવિક આત્માએ જ્ઞાની સદ્ગુરુ સપુરુષનાં વચનામૃત બોઘ સ્મૃતિમાં લાવી જેથી આત્મહિત થાય અને કર્મની નિર્જરા થવાનું નિમિત્ત થાય તેમ જાગૃતિપૂર્વક સ્વવિચારમાં ભાવ, પરિણામ, ઘીરજ, સમતા ઘારણ કરવાં. સહનશીલતા કર્તવ્ય છે. તો એ પૂર્વના કર્મથી મુક્ત થવાનો લાભ થઈ બીજો બંધ થતો નથી.
આ વાત વિચારી, પોતાની મતિ-કલ્પના અને સ્વચ્છંદ રોકી એક સપુરુષ શ્રી સદ્ગુરુદેવનો સત્સંગમાં બોઘ થયેલો તે બોઘની કોઈ મહાપુણ્યના જોગે કોઈ સંતસમાગમે પ્રતીતિ, રુચિ, આસ્થા એટલે શ્રદ્ધા થાય તો આ મનુષ્યભવ પામ્યાનું સફળપણું છે. તે સંગનું ફળ કદી થયા વિના રહેવાનું નથી. એ અવશ્ય જાણવું, નિઃશંક માનવું.
તે પ્રતીતિ રાખી વર્તશો તો આપને આત્મહિતનું મોટું પૂર્વ નહીં થયેલું એવું કલ્યાણકારી કારણ થશે, અને વેદની વેદનીને કાળે ક્ષય થશે. કાંઈ ગભરાવા જેવું નથી. ભગવંતે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. તેમાં એક સમ્યક બોઘબીજ પામવાનો અપૂર્વ એવો ખાસ અવસર–આર્યદેશ, મનુષ્યપણું, સત્સંગ અને ખરા બોઘની જોગવાઈ મળવી–દુર્લભ છે. માટે ચેતવા જેવું છે. આ ભવમાં ખાસ કાળજી રાખવા અને શ્રદ્ધા કરવા જેવું છે. તે વિના અનંતવાર જન્મ, મરણાદિ દુઃખોનાં કારણો આ જીવે સહન કર્યા છે. આખો લોક ત્રિવિધ તાપે બળ્યા કરે છે, એમ વિચારવું ઘટે છે. તે સ્વપ્નવત્ છે, નાશવંત છે. કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી. મહાપુણ્યને જોગે મળેલી યથાતથ્ય ઘર્મ પામવાની સામગ્રી તે બફમમાં ન જાય તે માટે ભાવિક આત્માર્થી આત્માના વિચારમાં હોય છે. મંત્ર-સ્મરણ, ભક્તિ, વાંચવા-વિચારવાનો પ્રસંગ બનાવવો યોગ્ય છે. નિમિત્તે કરીને સારું થાય છે અને નિમિત્તે કરીને ખોટું થાય છે. માટે સારું નિમિત્ત ભક્તિભાવનું રાખવું યોગ્ય છેજી. ચિત્ત, મન, ચપળ પ્રકૃતિની વૃત્તિને રોકવી યોગ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org