________________
પત્રાવલિ-૧
८१
(૧૦) વૃઢ થાઓ. એક નેમ રાખો; તમારો નિશ્ચય હંમેશ સતેજ કરો. સઘળા સંદેહ, આવરણ અને આવરણકારણ દૂર કરો અને અપૂર્વ શ્રદ્ધાપૂર્વક વિવેકના ઉપદેશો અમલમાં મૂકો.
(૧૧) લાખો ઈંટો વડે શહેર બંધાય છે, તેમ લાખો વિચારો વડે ચારિત્ર—મન બંધાય છે. દરેક જીવાત્મા પોતાની જાતનો ઘડનાર છે.
(૧૨) જે જીવાત્મા પોતાના મનમાં પવિત્ર અને ઉમદા વિચારો ઠસાવે છે તેને જ ઉત્તમોત્તમ સુખ આવી મળે છે.
(૧૩) જે મનુષ્ય પોતાની આસુરી વૃત્તિ સામે બેધડક ઊભો રહી શકતો નથી તે ત્યાગના ખાડાખૈયાવાળા શિખરો પર ચઢી શકશે નહીં.
(૧૪) દૃષ્ટિ તેવી સૃષ્ટિ.
(૧૫) ભલા થાઓ અને ભલું કરો, એ જ ઘર્મનો સાર છે.
(૧૬) પરમપદ અને કૃપાનિધિ આજ્ઞાંકિત સેવકની રાહ જુએ છે.’’
ક્ષણે ક્ષણે મૃત્યુ સ્મૃતિમાં લાવવા જેવું છે. આ પત્રિકામાં લખેલ પોતાને ધ્યાનમાં રાખવા લાયક છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
✰
6
૧૨૮
પ્રારબ્ધ-અનુસાર જે બને તે સમભાવે જોયા કરવા જેવું છે. કાળ પંચમ—કળિ કાળ છે. તેની પ્રવૃત્તિમાં આગળ પડી ખોટી થવા જેવું નથી. હર્ષશોકના પ્રવાહમાં નહીં તણાતાં ઘીરજ, ક્ષમા, સહનશીલતા, શાંતિ, ખમી-ખૂંદવું એ ઉત્તમ ગુણોનો આશ્રય લઈને ધર્મધ્યાનની ભાવના નિરંતર કર્તવ્ય છે. મરણ સંભારીને રોજ પવિત્ર સદાચરણમાં પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
⭑ ★
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ પોષ સુદ ૮, રવિ, ૧૯૮૭
૧૨૯
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ પોષ વદ ૧૧, બુધ, મકરસંક્રાંતિ, ૧૯૮૭
તા. ૧૪-૧-૩૧
“સહજ મિલા સો દૂધ બરાબર, માગ લિયા સો પાની; ખેંચ લિયા સો રક્ત બરાબર, ગોરખ બોલ્યા વાણી. ૧ સુનો ભરત, ભાવિ પ્રબળ, વિલખત કહે રઘુનાથ; હર્ષ-શોક, હાનિ-વૃદ્ધિ, યશ-અપયશ વિધિહાથ.''૨ નથી ઘર્યો દેહ વિષય વધારવા;
નથી ઘર્યો દેહ પરિગ્રહ ધારવા.''
For Private & Personal Use Only
www.jainelibrary.org