________________
ઉપદેશામૃત
આત્મા એકલો જ છે; એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. સમયે સમયે પર્યાય બદલાય છે, તેને જ્ઞાનીઓ ભવ કહે છે. તેમાં વિકલ્પ કરવાથી બંધ થાય છે. માટે પર્યાય તરફ દ્રષ્ટિ નહીં દેતાં ‘આત્મા જોવો’ એમ જ્ઞાનીનું વચન છેજી. પોતાની કલ્પનાએ માનવું કે આમ હોય તો ઠીક વગેરે વિકલ્પોથી ક્લેશિત થવું યોગ્ય નથી. પોતાની કલ્પનાથી કલ્યાણ થનાર નથી.
૮૨
“મનને લઈને બધું છે'; ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યાં તે જાય છે. તેમાં ક્ષમા, સહનશીલતા, આનંદ-અનુભવરૂપ આંખથી જુઓ. સત્પુરુષના બોધે સદ્વિચાર દ્વાર ઉઘાડી જ્ઞાનચક્ષુએ અંતર્યામી ભગવાનનાં દર્શન કરો.
‘સમય ગોયમ ના પમાડ્'—સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. તે વિચારથી સમજવાની જરૂર છેજી. ‘કર વિચાર તો પામ' એ જ્ઞાનીનું વચન છે તે સત્ય છેજી. આપ તો સમજુ છો. જે બધું મૂકવાનું છે તે બધું ભૂલી જવા યોગ્ય છે; અને જે સ્મરણ કરવા યોગ્ય છે, તેનું વિસ્મરણ થાય છે તેટલી ખામી છેજી.
“ઉત્તમા સ્વાત્મચિંતા સ્વાત્, મધ્યમા મોવિંતના । अधमा कामचिंता स्यात् परचिंताऽधमाधमा ॥
"1
“સુજ્ઞેષુ િવહુના ?’ ‘ચતુરની બે ઘડી અને મૂરખનો જન્મારો' એ કહેવત પ્રમાણે ટૂંકામાં ચેતી જવા જેવું છેજી.
શાંતિ-સમાધિમાં સમભાવે વખત વિતાવવા વિનંતિ છેજી. સ્વ૰ રવજીભાઈ હવે ક્યાં છે ? ૫૨વશે જીવે ઘણું વેઠ્યું છે. પણ સમજણપૂર્વક સમભાવથી વિયોગ સહન થાય તો તે પણ પરમ કલ્યાણનું કારણ છે.
Jain Education International
વીતી તાહિ વિસાર દે, આગેકી શુદ્ઘ લે, જો બની આવે સહજમેં, તાહિમેં ચિત્ત દે.
ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાંહી, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહી.’’
૧૩૦
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૨૫-૨-૩૧
જો બાહરી હૈ વસ્તુઓંવે હૈં નહીં મેરી કહીં, ઉસ ભાઁતિ હો સકતા કહીં, ઉનકા કભી મૈં ભી નહીં. યોં સમઝ બાહ્યાડંબરોકો છોડ નિશ્ચિત રૂપસેં,
હે ભદ્ર, હો જા સ્વસ્થ તૂ, બચ જાયગા ભવકૂપસે.'
દાસભાવની ભક્તિએ દીન સદ્ગુરુબાળની અરજ એ છે કે ગુરુભાવ વેદાતો નથી અને દીન દાસભાવે ભક્તિપૂર્વક તેની આજ્ઞાએ વર્તવાની ઇચ્છા, ભાવ રહ્યા કરે છે. તે આજ્ઞા ઉઠાવાતી નથી
For Private & Personal Use Only
www.jainelibrary.org