________________
ઉપદેશામૃત મોહ ઉદય યહ જીવ અજ્ઞાની ભોગ ભલે કર જાને, જ્યોં કોઈ જન ખાય ઘતૂરા, સો સબ કંચન માને; જ્યાં જ્યાં ભોગસંયોગ મનોહર મનવાંછિત જન પાવે,
તૃષ્ણા નાગિણી ત્યાં ત્યાં કે લહર લોભ વિષ આવે.” (પાર્શ્વપુરાણ) દેહથી આત્મા ભિન્ન છે, અરૂપી છે. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચેતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” આટલો ભવ આત્માર્થે જો જીવ ગાળશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. ઉપયોગ એ આત્મા છે. અને આત્મા એ જ્ઞાન-દર્શનચારિત્રમય ઘર્મસ્વરૂપ છે. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે તે વૃત્તિને રોકવી; મન, ચિત્ત, વૃત્તિ પરભાવમાં જતી આત્મભાવમાં લાવવી. શુદ્ધ ભાવમાં પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદ વૈરી છે. શુભ રાગ અને શુભ યોગ (મન, વચન, કાયા) નાં પરિણામ રાખવાથી સ્વર્ગગતિ કે પુણ્ય થાય છે. અશુભ રાગ કે અશુભ જોગથી પાપ બંઘાય છે, અઘોગતિ થાય છે. એવા ખોટા ભાવ ન કરવા. વિલો ન મૂકવો. હું અસંગ છું. આટલો ભવ પૂર્વના ઉદયથી પુણ્યના જોગે જો વ્રતનિયમ જીવનપર્યંત પાળી સત્ શીલમાં ગળાશે તો જીવ નિકટભવી થઈ, સમ્યત્વ પામી અનંત સુખને પ્રાપ્ત થશે. માટે મનનો ભાવ આત્મામાં લાવવો. આવો જોગ ફરી ફરી મળવો દુર્લભ છે. ચેતવા જેવું છે. એક વાર પરમાત્માનું નામ માત્ર લેવાય તો કોટિ ભવનાં પાપનો નાશ થઈ જાય છે. તેથી ચેતીને સ્મરણ કરવા યોગ્ય છે. સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ રત્નત્રયની આરાઘના ત્રણ લોકનું અઘિપતિપણું પ્રાપ્ત કરાવે છે, પરમાત્મપદ પ્રાપ્ત કરાવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર, પરદેશમાં પૂર્વના ઉદયકર્મથી જીવાત્માને અન્નજળ પાણીની ફરસના હોય છે. દૂર દેશ હોય તો પણ તે વિષેનો વિકલ્પ લાવી આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ખેદ કર્તવ્ય નથી. જો પોતાના ભાવ ચોખ્ખા રાખે તો દૂર છે તે પાસે છે. નહીં તો પાસે છે તે ય દૂર છે.
“(૧) પ્રજ્ઞા (વિવેક) એ તત્ત્વજ્ઞાનનું લક્ષ્યબિન્દુ છે. (૨) નમ્રતા–એ દૈવી ગુણ છે. નમ્રતાનો પ્રભાવ ઓર છે, સર્વશક્તિમાન છે. (૩) શાંતિ–જેનામાં અખંડ શાંત વૃત્તિ નથી તેનામાં સત્યનો વાસ નથી. (૪) જે કોઈનું બગાડે નહીં તેને બીક કેવી હોય? (૫) દરેક ઘર્મનો ઉદ્દેશ નિર્મલ અંતઃકરણ રાખવું તે છે અને તેથી જ ઈશ્વરી જ્ઞાન પમાય
છે. નાના બાળક જેવા નિર્દોષ હૃદયના થાઓ. (૬) આધ્યાત્મિક જીવન ગાળવાથી અઘમ વાસના વશ થઈ શકે છે. (૭) તિરસ્કાર, સ્વાર્થવૃત્તિ ને શોકને જરાયે આશરો આપશો નહીં. (૮) પૂર્ણ શ્રદ્ધા, જ્ઞાન, પૂર્ણ શાંતિ એ જ સ્વર્ગનું રાજ્ય છે. (૯) હે આત્મન્ ! તારું સનાતન અંતરનું સત્ત્વ ચાલુ કાળમાં જ બતાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org