________________
પત્રાવલિ-૧
૭૯ ૧૨૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ભાદરવા વદ ૧, મંગળ, ૧૯૮૬ હે પ્રભુ! સદ્ગુરુના શરણથી અન્ય કંઈ ઇચ્છા નથી અને રાખવી નથી. તેની કૃપાથી એની શીતળ છાયામાં સર્વ શાંતિ વર્તે છે જી. એનું જ યોગબળ સર્વ કરે છેજી. અમારાથી કંઈ બની શકે તેવું નથી. હે પ્રભુ આ આશ્રમની જે વ્યવસ્થા થઈ છે તે એની કૃપાથી એના યોગબળે બન્યું છે. મારી અલ્પમતિથી કંઈ ઘાર્યું થયું નથી. હે પ્રભુ! મને તો એમ લાગ્યું કે બધું પાંસરું દેખાવમાં આવ્યું.
આગળ ઉપર કેમ થશે કે કેમ નહીં એ વૃદ્ધ અવસ્થાને લઈને મન પાછું જ વળતું ગયું છે. દિવસે દિવસે મૃત્યુ સાંભરવાથી “હે જીવ! આત્મામાં ભાવ રહે તો સારું' એમ થયા કરે છેજી.
૧૨૬
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૨૯-૯-૩૦ ઘન, પૈસો, કુટુંબ પરિવાર વગેરે કાંઈ ઇચ્છવા યોગ્ય નથી. તથા મોટું વ્રત બ્રહ્મચર્ય છે તે હાથમાં આવી ગયું છે તેને વિષે કશા વિકલ્પ કર્યા વગર, કોઈ પ્રકારનો અહંકાર કર્યા વગર તે પાળવાથી મહા લાભનું કારણ ભગવંતે જણાવ્યું છે. શું થશે ? કઈ ગતિ થશે ? વગેરે સંબંઘી કાંઈ વિકલ્પ કરવા યોગ્ય નથી.
વૃત્તિ રોકી સ્મરણમાં રહેવું એ તપ છે, એ જ ઘર્મ છે. સત્પરુષાર્થમાં રહેવું.
મનને લઈને બધું છે. બાંધ્યાં તે જાય છે ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યાં તે જાય છે; તેમાં ક્ષમા-સહનશીલતાથી આનંદ અનુભવરૂપ આંખથી જુઓ. સપુરુષના બોઘે સવિચાર ધાર ઉઘાડી જ્ઞાનચક્ષુએ અંતર્યામી ભગવાનનાં દર્શન કરો. “સમયે પોયમ માં મg' સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી, તે વિચારથી સમજવાની જરૂર છે. “ કર વિચાર તો પામ” એ જ્ઞાનીનું વચન છે તે સત્ય છેજી.
૧૨૭
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
પોષ સુદ ૪, બુધ, ૧૯૮૭ “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ ?” “ભોગ બુરે ભવરોગ બઢાવે વેરી હૈ જગ જીકે;
બેરસ હોય વિપાક સમય અતિ, સેવત લાગે નીકે; વજ અગ્નિ વિષસેં વિષધરસેં હૈ અધિકે દુઃખદાયી; ઘર્મ-રત્નકે ચોર પ્રબલ અતિ દુર્ગતિ-પત્થ સહાયી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org