________________
૭૮
ઉપદેશામૃત કહેલી છે અને તેને મૃષા કહ્યું છે, તે વિચારવા જેવું છે. જ્ઞાનીઓએ મહા જ્ઞાની પુરુષે અનુભવેલું તેને સત્ય કહ્યું છે. તે યથાતથ્ય છે. તે વિષે આત્માર્થીને ખાસ લક્ષમાં લેવા જેવું છે). આત્મસ્વરૂપના ગવેષી, ખપી જે આત્મા થઈ ગયા છે તેમણે આમ દર્શાવ્યું છે :
“તાહરી ગતિ તું જાણે હો દેવ,
સ્મરણ ભજન તે વાચક યશ કરે.” જોકે ઉપયોગ વગર આત્મા નથી; પણ જે જ્ઞાનીના ઉપયોગમાં કાંઈ ઓર જ સમજાયું છે, અનુભવાયું છે તે પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે રાગ, દ્વેષ, અજ્ઞાનથી રહિત એવો આત્મા દ્રષ્ટા ભિન્નપણે જોયો છે તે આત્માને નમસ્કાર છે. વળી કોઈ જીવાત્માએ યથાતથ્ય આત્મા અનુભવ્યો નથી; પણ તેને જ્ઞાનીના અનુભવેલાની માન્યતા-શ્રદ્ધા થતાં પણ સમ્યકત્વ કહેવાય છે.
આ વાત કોઈ અંતરની માન્યતાના ભાવથી નિઃસ્પૃહીપણે કહેવી થાય છે. જો જ્ઞાની છે તેને અજ્ઞાની કહેવામાં આવે, શ્રદ્ધવામાં આવે, માનવામાં આવે તોપણ ભૂલભર્યું જોખમ છે. તો હવે મધ્યસ્થ રહી જે યથાતથ્ય છે તે માન્ય છે, એવા વિચારમાં ભાવ લાવે તો તે ભૂલભરી વાત કહેવાય? હવે કર્તવ્ય કેમ છે ? યથાવસરે સમાગમે-સત્સંગે આત્માર્થીએ વિચારવું જોઈએ એમ સમજાય છે. પોતાની કલ્પનાએ અને પોતાની માન્યતાઓ પ્રવર્તી જીવ અનાદિ કાળથી રખડ્યો છે. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી હાથનોંઘ ૧ માં આંક ૩૭ મો વિચારવા ભલામણ છે. ગુરુગમની જરૂર છે. તેમાં બોથિપુરુષના બોઘની જરૂર અવશ્ય છે. “પાવે નહિ ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત” એવું વચન જ્ઞાનીનું છે તે પણ વિચારવા યોગ્ય છેજી.
૧૨૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા.૨૬-૮-૩૦; સં. ૧૯૮૬ “વૃત્તિને રોકજો' એવું મોટા પુરુષોનું વચન સાંભળ્યું છે તે ચમત્કારી છે; આત્માને પરમ હિતકારી છે.
૧૨૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા.૮-૮-૩૦, શ્રાવણ સુદ ૪, સં. ૧૯૮૬ સશ્રદ્ધામાં પુરુષાર્થ કર્તવ્ય છે; તેને બદલે બફમમાં અને સમજાયું છે, જાણ્યું છે' એવી ભૂલમાં વહ્યો જાય છે. તે વિષેની ચિંતના કાળજી મેળવવા સત્સંગ વિશેષ વિશેષ કરી આરાઘવો. વિષયકષાયમાં ઇચ્છા, સંકલ્પાદિ દોરાય તે અસત્સંગ છે. તેથી કોઈ સતુ પુરુષના વચનામૃતના વિચારમાં જીવન જેટલું બને તેટલું ગાળવું કર્તવ્ય છે. જીવને કાળનો ભરોસો નથી. દુર્લભમાં દુર્લભ જોગવાઈ અત્રે સહજ મળી તેની ચિંતના આત્માની ભાવના–માં ઘણો વિચાર લેવા યોગ્ય છે. મનુષ્યભવ દુર્લભ છે. રોગ સહિત કાયા હોય તો પણ મનુષ્યભવ ક્યાં છે? બ્રહ્મચર્ય મોટું સાધન છે. અંતરની વૃત્તિઓ રોકવી તે બ્રહ્મચર્ય છેજી. સમયે સમયે જીવ મરી રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org