________________
પત્રાવલિ-૧ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
સં. ૧૯૮૬ શાંતિ, સમતા, ક્ષમા, ધીરજ, સહનશીલતા તે સદ્ગુરુની આજ્ઞા છેજી. એ ભાવનાએ શુદ્ધ ભાવમાં વૃત્તિ, મન સ્થિર થાય તેમ કર્તવ્ય છેજી. બીજું બધું બાહ્ય ભૂલી જવા વિચાર કરવો. મંત્ર સહજાન્મસ્વરૂપ પરમગુરુ આત્મા છે તેને યાદ લાવી સ્મૃતિમાં જાગૃત રહેવું. આત્મા છે, દ્રષ્ટા છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તે સદ્ગુરુ પરમકૃપાળુ દેવશ્રીએ જાણ્યો છે, જોયો છેજી. તે આત્માની સત્સંગથી શ્રદ્ધા થઈ છે તેને માનું બાકી પરભાવ, બાહ્ય આત્માથી મુક્ત થઈ અંતરાત્માથી પરમાત્માને ભજું છું, ભાવના કરું છું, તે ભવપર્યત અખંડ જાગૃત રહો ! જાગૃત રહો ! એટલું માગું તે સફળ થાઓ, સફળ થાઓ ! શાંતિઃ શાંતિઃ શાંતિઃ
“દિલમાં કીજે દીવો મેરે પ્યારે, દિલમાં કીજે દીવો.”
૧૨૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ
તા. ૭-૭-૩૦ જ્ઞાની પુરુષનાં વચનોમાં વૃષ્ટિ–અંતરદ્રષ્ટિ–નહીં મૂકતાં આ જીવે લૌકિકવૃષ્ટિએ સામાન્યપણું કરી નાખ્યું છે, તેથી આત્મભાવ સ્ફરતો નથી. સત્સંગ એ એક અમૂલ્ય લહાવ મનુષ્યભવમાં લેવા યોગ્ય છે. સત્સંગની જરૂર છે. તેથી કરીને મનુષ્ય ભવમાં સમ્યત્વનો અપૂર્વ લાભ થાય છે. અનંતકાળથી જીવે આ સંબંધી વિચારમાં લીધું નથી; અને “હું આમ કરું છું; આમ કરું” એમ જીવને અહંમમત્વપણું વર્તે છે. ગફલતમાં જશે તો પછી પુનઃ પુનઃ પશ્ચાત્તાપ થશે. ચેતવા જેવું છે. વઘારે શું કહેવું ?
આપ ગુણી છો. અમે તો આ પત્રથી આપને સ્મૃતિ આપી છે. કાંઈ સ્વાર્થ માટે નહીં, પણ આત્માને માટે, નિસ્પૃહીપણે નિસ્વાર્થપણે આપને જણાવવું થયું છે. મનુષ્યભવ પામી કાળજી રાખવા જેવું છે. હજારો રૂપિયાવાળો રૂપિયા માટે સંસારમાં વ્યવસાય ઘંઘામાં જાય છે, આવે છે, તે પાણી વલોવવા જેવું છે. કાળનો ભરોસો નથી, “લીઘો કે લેશે” થઈ રહ્યું છે. આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છે. તે ઘર્મમાં જાય છે કે બીજા ભવભ્રમણના નિમિત્ત કારણમાં જાય છે? તે જો સમજાય તો આ જીવ કંઈ વિચારમાં લે. બફમમાં ગાફલ રહેવા જેવું નથી. સંસારના વ્યવસાયના કામમાં પોતાનું ઘાર્યું થાય તેમ નથી માટે વિચારવાનને વિચારવા જેવું છે.
૧૨૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૨૨-૮-૩૦ ભેદજ્ઞાનની જરૂર છે. પરંતુ પોતાની સમજણ, ક્ષયોપશમથી અગર ન્યાયનીતિ સત્ વિષયની ભાષા સાંભળી પોતાના અનુભવમાં પોતાથી માની લેવું થાય છે તેને શ્રી તીર્થકરાદિકે મિથ્યા માન્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org